BREAKING NEWS

શ્રીમદ રાજચંદ્રજીના ૧૨૫મા સમાધિ દિનની ભવ્ય ઉજવણી થશે

  • April 01, 2026 06:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શાક્રી મેદાનમાં ૪ થી ૭ એપ્રિલ સુધી યોજાનાર આધ્યાત્મિક મહોત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિ

૧૯મી સદીમાં થયેલ, ભગવાન મહાવીરસ્વામી પ્રણીત જૈન ધર્મના પ્રવર્તક અને ઉદધારક, આત્મજ્ઞાની સતં શ્રીમદ રાજચંદ્રજીએ અસાધારણ ઉચ્ચ આત્મિક દશા પ્રા કરી હતી. કવિ અને દાર્શનિક એવા તીવ્ર પ્રજ્ઞાવતં શ્રીમદ રાજચંદ્રજીએ સરળ અને સચોટ ગુજરાતી ભાષામાં સમગ્ર મોક્ષમાર્ગને ઉજાગર કર્યેા, જે તેમનો જગત પ્રત્યે અમાપ અનુગ્રહ છે. મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક એવા પરમકૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ વિક્રમ સંવત ૧૯૫૭ના ચૈત્રવદ પાંચમના દિવસે રાજકોટની ભૂમિ પર સમાધિસ્થપણે મહાપ્રયાણ કર્યુ હતું. આ પવિત્ર સમાધિદિનને આ વર્ષે સવાસો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે જેની સ્મૃતિમાં શ્રીમદ રાજચદ્રં જ્ઞાન મંદિર ટ્રસ્ટ, રાજકોટ દ્રારા તા. ૪ એપ્રિલ દરમિયાન શાક્રી મેદાન, રાજકોટ ખાતે પરમકૃપાળુદેવ પરમ પ્રયાણ પર્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
૧૨૫ વર્ષ પૂર્વે, વલતં યોતિર્ધર પરમકૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી સ્વયં તો ઉચ્ચ ગતિ પામ્યા જ, પરંતુ અનેકાનેક ભાવિકજનોની સાધનાને ઉધ્ર્વ દિશા ચીંધતા ગયા હતા. આ ચાર દિવસીય પર્વ દરમિયાન પ્રેરણાદાયી પ્રવચનો, ભાવવર્ધક અનુ ાનો, કીર્તન, નાટ પ્રસ્તુતિઓ અને ભવ્ય શોભાયાત્રા જેવી વિવિધ આધ્યાત્મિક અનુ ાનોનું આયોજન કરવામાં આવ્યું છે, જે મુમુક્ષુઓને આત્મપ્રેરણા તરફ દોરી જશે. સમગ્ર કાર્યક્રમ રોજ સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ અને રાત્રે ૭.૩૦ થી ૯.૩૦ વાગ્યે રહેશે. ૪ એપ્રિલ, શનિવાર સવારે ૧૦.૩૦થી ૧૨.૩૦ નલિનભાઈ અને સુધાબેન દ્રારા પ્રેરણાદાયી પ્રવચન રાત્રે ૭.૩૦ થી ૯.૩૦ રાજ સોભાગ આશ્રમ, સાયલાના મુમુક્ષુઓ દ્રારા નાટપ્રયોગ ૫ એપ્રિલ રવિવારે સવારે ૧૦.૩૦થી ૧૨.૩૦ ગુરુદેવ રાકેશજી અને રત્ના પ્રભુ દ્રારા પ્રેરણાદાયી પ્રવચન રાત્રે ૭.૩૦ થી ૯.૩૦ ભવમય કીર્તન ૬ એપ્રિલ, સોમવારે સવારે ૭.૦૦થી ૯.૩૦ શોભાયાત્રા અને શ્રીમદ રાજચદ્રં સમાધિ મંદિરમાં પ્રતિ ા સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ ગોકુળભાઈ અને સુરેશજી દ્રારા પ્રેરણાદાયી પ્રવચન રાત્રે ૭.૩૦થી ૯.૩૦ નાટ પ્રસ્તુતિ અને સંવેદનાત્મક ભકિત. ૭ એપ્રિલ, મંગળવારે (ચૈત્રવદ પાંચમ) – આ સમગ્ર પર્વની પરાકાષ્ટ્રા રૂપ સમાપન દિવસે સવારે ૧૦.૩૦થી ૧૨.૩૦ સંકીર્તન સભામાં રાજ પરિવારના સંતોની ઉપસ્થિતિ અને ગુુરુદેવ રાકેશજીનું પ્રાસંગિક ઉદબોધન આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, સ્વામી અપૂર્વમુનિજી, સ્વામી નિખિલેશ્ર્વરાનંદજી અને તેઓ દ્રારા પરમકૃપાળુદેવના ગુણગ્રામ બપોરે ૨.૦૦થી ૩.૦૦ ભાવવાહી ભકિત અને મહાઆરતી યોજાશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application