એસટી બસપોર્ટ પર યુવતીનું પર્સ ચોરાઇ જતાં તેણે વીડિયો બનાવી રોષ ઠાલવ્યો
એસટી બસપોર્ટ પર યુવતીનું પર્સ ચોરાઇ જતાં તેણે વીડિયો બનાવી રોષ ઠાલવ્યો
May 26, 2026 08:32 PM
રાજકોટ એસ.ટી. બસ પોર્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ યો છે. જેમાં એક યુવતીનું પર્સ ચોરાઇ ગયા બાદ તેણે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ સો વીડિયો બનાવી રોષ ઠાલવ્યો હતો. પોલીસે પણ યોગ્ય જવાબ ન આપ્યાનો યુવતીએ આક્ષેપ કર્યો હતો. એટલુ જ નહીં યુવતીએ બસપોર્ટમાં લગાવેલા તમામ સીસીટીવી કેમેરા તોડી નાખવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. મળતી માહિતી મુજબ, એસ.ટી.બસમાં મુસાફરી કરી રહેલી યુવતીનો પર્સ રાજકોટ બસ સ્ટેન્ડમાંથી શરૂમ જતી વેળાએ ચોરી ઈ ગયું હતું. ત્યારબાદ પછી યુવતી એ ડિવિઝન પોલીસ મકે મદદ માટે પહોંચી હતી. પરંતુ પોલીસે યોગ્ય જવાબ ન આપ્યાનો યુવતીએ આક્ષેપ કરી બસ સ્ટેન્ડમાં જ ઊભા રહી વીડિયો બનાવી વાયરલ કર્યો છે.વાયરલ કરેલા વીડિયોમાં યુવતી સ્પષ્ટ એવું બોલતી સંભળાય છે કે, જો મારૂ પર્સ ન મળ્યુ તો બસ સ્ટેન્ડના તમામ સીસીટીવી કેમેરા હું તોડી નાખીશ.યુવતી કહે છે કે, એ ડિવિઝન પોલીસ સ્ટેશને કહ્યું, અમે ત્યાં પણ ગયા. આ બધાં કેમેરા હું તોડી નાખીશ. જેને ફોન કરવો હોય એને કરે, મારૂ પર્સ શોધી આપો, બાકી કેમેરા તોડી નાખીશ. આ બધા કેમેરા અહીં રાખવાની જરૂર શું છે ? એક લેડિઝનું પર્સ એકલી ટ્રાવેલિંગ કરતી હોય, શૌચાલય પાસે જાઉં છું તો પર્સ ગાયબ. આવુ કહેતી યુવતી વીડિયોમાં જણાઇ છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ યો છે.