BREAKING NEWS

બિગ બજાર ચોક અને અમિન માર્ગ કોર્નરે ૧૨ કરોડના ખર્ચે બનશે ફૂટ ઓવર બ્રિજ

  • February 11, 2026 03:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર સતત ટ્રાફિકથી ધમધમતા બીગ બજાર ચોક અને અમીન માર્ગ કોર્નર ઉપર રાહદારીઓ સરળતાથી રસ્તો ઓળંગી શકે તે માટે રૂા.૧૨ કરોડના ખર્ચે પીપીપી ધોરણે ફૂટ ઓવર બ્રિજ તૈયાર કરી એજન્સીને પાંચ વર્ષ માટે મેન્ટેનન્સ સહિતની જવાબદારી સાથે સોંપવામાં આવશે.

વિશેષમાં આ અંગે મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, આ બંન્ને પ્રોજેકટ સંપૂર્ણપણે પીપીપી ધોરણે હાથ ધરાશે. એજન્સીને બંન્ને સ્થળ ઉપર જગ્યા ફાળવવામાં આવશે. ત્યારબાદ એજન્સીએ ફૂટ ઓવર બ્રિજ તૈયાર કરી પાંચ વર્ષ માટે મેન્ટેનન્સ કરવાનુ રહેશે. એજન્સી દ્વારા બંન્ને ફૂટ ઓવર બ્રિજ પર ૨૨ હોર્ડિંગ બોર્ડ તથા બેનર લગાવી આવક ઉભી કરવામાં આવશે. હાલ બંન્ને બ્રિજ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને નવા બજેટમાં મોટાભાગના પ્રોજેકટ પીપીપી હેઠળ આવરી લેવામાં આવતા બંન્ને ફૂટ ઓવર બ્રિજનું પણ પીપીપી ધોરણે શરૂ કરવામાં આવશે. તેમ જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application