રાજકોટમાં પિયા ૧.૧૦ કરોડના ખર્ચ નિર્માણ પામેલા નવા વિશાળ અધતન કોર્ટ બિલ્ડિંગમાં સંભવત: આગામી સોમવારથી અદાલતો કાર્યરત થઈ જવામાં છે તેવામાં આ નવી કોર્ટમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે કોર્ટ પરિસરમાં કોઈપણ વ્યકિત પાન ફાકી ખાઈને થુંકે અથવા કચરો નાખતા માલુમ પડશે તેમને પિયા ૧,૦૦૦ નો દડં તેમજ તેની પાસે જ સાફ–સફાઈ કરવાની ચેતવણી બહાર પાડવામાં આવે છે.
રાજકોટ યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફસ્ર્ટ કલાસ (મ્યુનિ.) કોર્ટ દ્રારા બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવ્યા મુજબ, ભારત સરકાર દ્રારા સ્વચ્છ ભારત મિશન અને રાય સરકાર દ્રારા સ્વચ્છતા હી સેવા અને નિર્મળ ગુજરાત ૨.૦ જેવા અભિયાન મારફત જાહેર સ્વચ્છતાના અસરકારક પરિણામ માટે જનજાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ શહેરના જામનગર રોડ ઉપર તાજેતરમાં નિર્માણ પામેલ નવા કોર્ટ બિલ્ડિંગને સ્વચ્છ રાખવું એ ફરજ સમજીને સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સુત્રને સાર્થક કરવા કોર્ટ પરિસરમાં તમામ વ્યકિતઓએ સ્વચ્છતા જાળવવામાં મહત્વર્પૂણ ભૂમિકા નભાવવી જોઈએ. આથી તમામને અનુરોધ કરવામાં આવે છે કે કોર્ટ પરિસરમાં આવતા તમામ નાગરીકો પાન–ફાકી ખાઈને યાં–ત્યાં ગંદકી ન કરે. કોર્ટ પરિસરમાં ગંદકી ન ફેલાય અને કોર્ટ પરિસરમાં સ્વચ્છતા જળવાઈ રહે તેની તકેદારી રાખવા સૌને વિનંતી કરવામાં આવી છે. તેમજ કોર્ટ પરિસરમાં આવતા કોઇપણ નાગરકિ દ્રારા પાન–ફાકી ખાઈને થુંકતા અથવા કોઈપણ પ્રકારનો કચરો જાહેરમાં નાખતા માલુમ પડશે તો ગંદકી કરનારને .૧,૦૦૦–નો દડં તેમજ ગંદકી કરનાર નાગરકિ પાસે જ સાફ–સફાઈ કરાવવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયામાં ગુરુવારે "ખેડૂત સત્યાગ્રહ" નામે ખેડૂત સંમેલન
January 29, 2025 11:19 AMસ્ટાર બેટરોનો રકાસ, દર્શકો નિરાશ: ઈંગ્લેન્ડ શ્રેણીમાં જીવંત
January 29, 2025 11:16 AMજામનગરની ખાનગી બીએડ કોલેજની ફી પરત અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રજૂઆત ફળી
January 29, 2025 11:16 AMઓશવાલ ચેરી.ટ્રસ્ટ અને શેલબી હોસ્પિટલના ઉપક્રમે મેગા ઓર્થોપેડિક કેમ્પ
January 29, 2025 11:11 AMવાપીમાં નવી કોલેજ શરૂ કરવાની બજેટમાં કરાયેલી જાહેરાત રદ: જસદણને ફાળવણી
January 29, 2025 11:10 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech