ખીમાણી સણોસરાની સીમમાં ખેડુત યુવાનની સાથે ઝપાઝપી

  • August 23, 2023 10:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જમીન અમારી છે તેમ કહીને શખ્સ વિફર્યો : ધમકી દીધી

કાલાવડ તાલુકાના ખીમાણી સણોસરાની સીમમાં આ જમીન અમાર છે તેમ કહીને હાલ ગોંડલ રહેતા યુવાનની સાથે ઝપાઝપી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, આ બનાવ અંગે ગામમાં રહેતા શખ્સ વિરુઘ્ધ ફરીયાદ કરવામાં આવી છે.
કાલાવડ તાલુકાના ખીમાણી સણોસરા ગામના વતની અને હાલ ગોંડલની આશાપુરા સોસાયટી ખાતે રહેતા ખેતી કરતા અનિરુઘ્ધસિંહ ફતેસિંહ જાડેજા (ઉ.વ.૩૫) નામના યુવાનને ગત તા. ૧૦ બપોરના સુમારે ખીમાણી સણોસરાની સીમમાં આવેલા તેના ખેતર પાસે આરોપી રાજેન્દ્રસિંહે આવીને તું આ જમીનમાં પગ મુકતો નહીં, આ જમીન અમારી છે તેમ કહી અપશબ્દો બોલી ઝપાઝપી કરી હતી, ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.
આ બનાવ સંદર્ભે અનિરુઘ્ધસિંહ જાડેજા દ્વારા ગઇકાલે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં ખીમાણી સણોસરા ગામમાં રહેતા રાજેન્દ્રસિંહ માધવસિંહ જાડેજાની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
**
ઓખા મંડળના આરંભડાના આધેડને મારી નાખવાની ધમકી: મહિલા સહિત ચાર સામે ગુનો નોંધાયો
ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા થોભણભા કારુભા માણેક નામના ૫૪ વર્ષના હિન્દુ વાઘેર આધેડ સાથે કોઈ બાબતે બોલાચાલી કરી, આ જ વિસ્તારમાં રહેતા રાજુ કારુભા કેર, નંઢીબેન કારૂભા, આશાભા ઘુધાભા માણેક અને ઘુધાભા કારૂભા માણેક દ્વારા લોખંડના પાઇપ વડે બેફામ માર મારી, ગંભીર ઇજાઓ કર્યાની તથા બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે આઈ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application