BREAKING NEWS

રાજકોટના મવડીમાં ક્લિનિક ધરાવતા મહિલા તબીબે ઘરે ગળેફાંસો ખાઈ જિંદગીને અલવિદા કરી

  • June 12, 2026 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના ન્યુ 150 ફૂટ રિંગ રોડ પર સંસ્કાર એલિગન્સમાં રહેતા અને મવડીમાં અગાઉ ક્લિનિક ધરાવતા મહિલા તબીબે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જિંદગીને અલવિદા કરી દેતા પરિવારમાં ઘેરો કલ્પાંત સર્જાયો છે.


બનાવની મળતી વિગત મુજબ ન્યુ 150 ફૂટ રિંગ રોડ પર સંસ્કાર એલિગન્સમાં રહેતા માનસીબેન ભાવિનભાઈ કનેરીયા (ઉ.વ.30)એ ગઈકાલે બપોરે પોતાના ઘરે રૂમમાં પંખામાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. 6 મહિનાની પુત્રી સતત રડતી હોવાથી પતિ રૂમમાં જોવા જતા પત્નીને લટકતી હાલતમાં જોઈ તાકીદે 108ને જાણ કરી હતી. 108ના ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કરી પોલીસને જાણ કરતા યુનિવર્સીટી પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી.


આપઘાત કરનાર મહિલા તબીબ માનસીબેનના લગ્ન થયાને દોઢેક વર્ષ જેટલો સમય થયો છે અને સંતાનમાં 6 મહિનાની પુત્રી છે, અગાઉ મવડીમાં હોમિયોપેથીક ક્લિનિક ચલાવતા હતા. તેણીએ ક્યાં કારણોસર પગલું ભર્યું એ અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે કારણ જાણવા તપાસ યથાવત રાખી છે .



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application