ધ્રોલની વતની મહિલા તબીબને આપઘાત માટે સાથી પુરુષ તબીબે મજબૂર કરી હતી

  • September 23, 2024 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર જિલ્લ ા ધ્રોલની વતની અને રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી બિંદીયા ગોવિંદભાઈ બોખાણી ઉ.વ.૨૫એ દોઢ વર્ષ પુર્વે રાજકોટમાં ફલેટમાં ફાંસો ખાઈને કરેલા આપઘાતના બનાવમાં રાજકોટ ગાંધીગ્રામ પોલીસે કોર્ટના હત્પકમ બાદ મહિલા તબીબને આપઘાત માટે મજબુર કરનાર સાથી પુરૂષ તબીબ મૌલીક ઉર્ફે મીત દિપકભાઈ જોબનપુત્રા અને તબીબને આ કૃત્યમાં સાથ દેનારા તેના ભાઈ પાર્થ રહે. બન્ને પુષ્કરધામ મેઈન રોડ રાજકોટ સામે ગુનો નોંધી બન્નેની ધરપકડની તજવીજ હાથ ધરી છે.
બનાવ સંદર્ભે મહિલા તબીબની માતા ધ્રોલના ખારવા રોડ પર પ્રમુખ સોસાયટીમાં રહેતા જાનુબેન ગોવિંદભાઈ બોખાણીએ નોંધાવેલી ફરિયાદમાં તેમની તબીબ પુત્રી બિંદીયા રાજકોટમાં માધાપર ચોકડી પાસે અતુલ્યમ આંગનવન ફલેટમાં રહેતી હતી અને રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતી હતી. ૨૦૨૦૨૦૨૧માં ક્રાઈસ્ટ હોસ્પિટલમાં સાથે ફરજ બજાવતા ડો. મૌલીક ઉર્ફે મીત બન્ને વચ્ચે પરિચય થયો હતો.
બન્ને સંપર્કમાં આવ્યા હતા અને પુત્રી બિંદીયાને લની લાલચ આપી મૌલીકે ફસાવી હતી. જે તે સમયે પુત્રીના ફોટા, વિડીયો લઈ લીધા હતા. આ ઉપરાંત બિંદીયાના પાનકાર્ડ, બેંક એટીએમ, આધારકાર્ડ સહિતના ડોકયુમેન્ટ પણ મૌલીકે લઈ લીધા હતા. મૌલીકે તેની પાસે રહેલા ફોટા, વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. ડોકયુમેન્ટસ પણ પડાવી લીધા હતા. લની લાલચ આપી પુત્રી બિંદીયાને જાળમાં ફસાવી લીધી હતી.
આથી તબીબ મૌલીક સતત હેરાન પરેશાન કરતો હતો. ત્રાસ આપતો હતો બિંદીયા અનુસુચિત જાતિની હોવાની જાણ છતાં મૌલીકે સંબંધો રાખ્યા હતા અને બાદમાં જ્ઞાતિ પ્રત્યે હડધુત કરતો હતો. તબીબ મૌલીકને તેનો ભાઈ પાર્થ પણ સાથ આપતો હતો. બન્ને ભાઈના ત્રાસથી કંટાળી ડો. બિંદીયાએ સવા વર્ષ પુર્વે તા.૨૪૫૨૦૨૩ના રોજ અતુલ્યમ આંગનવન ફલેટ ખાતે પંખા વડે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લઈ આપઘાત કર્યેા હતો.
બનાવ સંદર્ભે રાજકોટ પોલીસે ફરિયાદ જે તે સમયે ન નોંધતા મૃતકના પરિવારે કોર્ટ દ્રાર ખખડાવ્યા હતા અને કોર્ટના હત્પકમ બાદ ગઈકાલે તબીબ મૌલીક જોબનપુત્રા અન તેનો ભાઈ પાર્થ સામે ગાંધીગ્રામ પોલીસે યુવતીના મોત માટે મજબુર કરવાના, જ્ઞાતિ પ્રત્યે હડધુત કરવા સહિતના આરોપસર ગુનો નોંધ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application