ગૃહ મંત્રી સંઘવીના નામે નકલી ફેસબુક એકાઉન્ટ બન્યાની ઘટનાથી ખળભળાટ

  • July 30, 2024 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના નામે નકલી એન્કાઉન્ટ બનાવવામા આવ્યાની વિગતો બહાર આવતા ખળભળાટ મચી ગયો છે.ગૃહ રાજ્યમંત્રીના નામે ફેક ફેસબુક એકાઉન્ટ સક્રિય થયુ છે.જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અપીલ કરી છે. તેમાં આઈ ડી પરથી મેસેજ કે રિકવેસ્ટ આવે તો રિપોર્ટ કરો. હર્ષ સંઘવીની ફેસબુક, ઇન્ટ્રાગ્રામના માધ્યમથી અપીલ છે. સુરત પોલીસ કમિશનરના નામે પણ ફેક ફેસબુક આઈ ડી છે. તેમજ સુરત શહેરમાં નામાંકિત લોકોના નામે ફેક ફેસબુક આઈ ડી બન્યા છે. ફેક આઈડી બનાવી લોકો પાસે રૂપિયા માંગવામાં આવે છે.આમ સાયબર ગઠિયાઓ એ મંત્રીજીને પણ ના છોડયા નથી તે વાત સાબિત થઇ રહી છે.
સુરતમાં ગૃહ રાજ્ય મંત્રીનું ફેક ફેસબુક આઈ.ડી બનાવામાં આવ્યું છે. જેમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ફેસબુક અને ઇન્ટાગ્રામના માધ્યમથી લોકોને અપીલ કરી છે. તેમાં આઈડી પરથી મેસેજ કે રિકવેસ્ટ આવે તો રિપોર્ટ કરવા જણાવ્યું છે. તો બીજી તરફ સુરત પોલીસ કમિશનર અનુપમ ગેહલોતનું પણ ફેક ફેસબુક આઈડી બનાવામાં આવ્યું છે.સાયબર ઠગબાજો દ્વારા સુરત શહેરમાં નામાંકિત લોકોના નામે સોશિયલ મીડિયા પર આઈડી બનાવી રૂપિયા માંગવામાં આવે છે.
સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પ્રખ્યાત હસ્તીઓ, પ્રભાવશાળી લોકો અથવા પ્રખ્યાત ઉદ્યોગપતિઓની નકલી પ્રોફાઇલ્સની મોટી સમસ્યા છે. આવા ફેક એકાઉન્ટ બનાવવા પાછળ અલગ-અલગ કારણો હોઈ શકે છે. આ પ્યોર-પ્લે પેરોડી એકાઉન્ટ્સથી માંડીને તોફાન અથવા ગુના કરવા અથવા નાણાકીય છેતરપિંડી કરવા માટે બનાવેલા એકાઉન્ટ્સ સુધીની શ્રેણી હોય શકે છે. આવા કેટલાક એકાઉન્ટ લોકપ્રિય સેલિબ્રિટીના ચાહકો બનાવવામાં આવે છે. લોકપ્રિય વ્યક્તિત્વની છબીનો તેમના પ્રોફાઇલ ચિત્ર તરીકે ઉપયોગ કરવા ઉપરાંત, કેટલીક નકલી પ્રોફાઇલ્સ નિકટતાનો દાવો કરવા અને તરફેણ મેળવવા માટે મૂળ સામગ્રીને મોર્ફ કરીને સેલિબ્રિટી રાજકારણીના ચિત્રમાં તેમની પોતાની છબી પણ ઉમેરવામાં છે.
આ અગાઉ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવીને તે એકાઉન્ટ દ્રારા લોકો પાસેથી રૂપિયા માગતા હોવાની ઘટના સામે આવી હતી. સતીશ પટેલે સોશ્યલ મીડિયાના માધ્યમથી આ મુદ્દે જાણકારી આપી હતી.
નકલી ફેસબુક આઈડીથી લોકો પાસે રૂપિયા માંગતા મામલો સામે આવ્યો હતો. સતીશ પટેલે આવા ફેક એકાઉન્ટને ઇગ્નોર કરવા અને આવા લોકોને સહયોગ ન આપવા અપીલ કરી હતી.હવે રાજયના ગૃહમંત્રીનુ જ આવુ ફેક એકાઉન્ટ બનેતો સામાન્ય નાગરિકનુ કશુ ઉપજે નહી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News