રાજકોટમાં કુવાડવા રોડ પર આવેલી હરસિધ્ધિ સોસાયટીમાં સામાન્ય અકસ્માત બાદ કારખાનામાં કામ કરતા બે કારીગર સાથે બે અજાણ્યા શખસોએ ઝઘડો કર્યેા હતો.દરમિયાન કારખાનેદાર છોડાવવા વચ્ચે પડતા સ્કોર્પીયોમાં ધસી આવેલા શખસે એકિટવા સાથે પોતાની ગાડી અથડાવી કચડી નાખવાની ધમકી આપી હતી.બાદમાં એક બાદ એક સાત શખસોએ ભેગા થઇ કારખાનેદાર અને તેના કારીગરોને મારમાર્યેા હતો.આરોપીએ કારખાનેદારનો મોબાઇલ પણ તોડી નાખ્યો હતો.આ અંગે પોલીસે આરોપીઓ સામે રાયોટ અને તોડફોડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવ મળતી વિગતો મુજબ,મોરબી રોડ પર વૃદાવદં વિલામાં રહેતા અને કુવાડવા રોડ પર હરસિધ્ધિ સોસાયટીમાં ગુદેવ મેટલ નામે ભાગીદારીમાં ઇમિટેશનનું કારખાનું ચલાવનાર મહેશભાઇ લાલજીભાઇ ખોયાણી(ઉ.વ ૪૩) દ્રારા બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે શૈલેષ રાજાભાઇ ગમારા,રતન ઉર્ફે રતો અને અન્ય પાંચ અજાણ્યા શખસોના નામ આપ્યા છે.
મહેશભાઇએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇકાલે સાંજના તે ઘરે હાજર હતો ત્યારે તેમના ભાગીદાર કૈલાશભાઇ પીપળીયાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે,આપણા બંને કારીગરને શેરીમાં કોઇ સાથે બાઇક અડી જવા બાબતે માથાકૂટ થઇ છે.જેથી મહેશભાઇ તુરતં અહીં પહોંચ્યા હતાં.ત્યારે તેમના કારીગર મહમદં શરીફ હાસમીન અને શબ્બીરઅલી શૈકતઅલી હાસમીન સાથે બે અજાણ્યા શખસો ગાળાગાળી કરી રહ્યા હતાં.દરમિયાન કાળા કલરની સ્કોર્પીયો લઇ શૈલેષ ગમારા ધસી આવ્યો હતો અને તેણે અહીં પડેલા બાબુભાઇ મકવાણાના એકટિવાને હડફેટે લીધું હતું.ગાડીમાં એક અજાણ્યો શખસ બેઠો હોય જે કહેતો હતો કે તું આની ઉપર સ્કોર્પીયો ચડાવી દે.બાદમાં આ તમામ શખસો કારખાનેદાર અને તેની સાથે તેના બે કારીગરોને મારમારવા લાગ્યા હતાં.
મારામારી દરમિયાન કારખાનેદારનો મોબાઇલ પણ તોડી નાખ્યો હતો અને છોડાવવા વચ્ચે પડેલા પ્રદીપભાઇ કડીયાની હાથની ઘડીયાળ પણ પડી ગઇ હતી.બાદમાં આ શખસો ધમકી આપી નાસી ગયા હતાં.આ અંગે કારખાનેદારની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે રાયોટ,તોડફોડ અને ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ એ.બી.ચૌધરી ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech