મુંબઈ પોલીસે ગુજરાતના વલસાડમાંથી એક બાઇક ચોરને પકડી પડ્યો છે. જેની હરકત જાણીને તમે પણ ચોંકી જશો. 19 વર્ષીય અનુરાગ સિંહની ગુજરાતના વલસાડમાંથી ધરપકડ કરવામાં આવી છે. અનુરાગ સિંહ મુંબઈમાંથી બાઇકની ચોરી કરતો હતો અને તેની રીલ બનાવતો હતો. પછી તે ચોરી કરેલી બાઇકનો વીડિયો તેના યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ આઇડી પર અપલોડ કરતો હતો.
જે લોકો બાઇક ખરીદવા ઇચ્છતા હતા તેઓ ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક કરતા હતા અને બાઇક ખરીદતા હતા. બાઇક ખરીદનારાઓને લાગ્યું કે અનુરાગ સેકન્ડ હેન્ડ બાઇકનો ડીલર છે. અનુરાગના યુટ્યુબ પર 4000થી વધુ ફોલોઅર્સ છે. લગભગ હજારો લોકોએ તેની એક રીલ જોયેલી છે.
પોલીસે આ રીતે કરી ધરપકડ
મુંબઈના રહેવાસી યશ કદમની યામાહા બાઇક 17મી જુલાઈના રોજ મુંબઈમાંથી ચોરાઈ હતી. જેની ફરિયાદ યશે નાગપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. તે દરમિયાન એક દિવસ અચાનક યશના મિત્ર હર્ષિલ ચોરડીયાની નજર યુટ્યુબ પરની રીલ પર પડી અને તેણે જોયું કે બાઇક એજ છે, આગળ અને પાછળ એક જ નંબર બદલાયેલો હતો. આ પછી તેણે ગુજરાતમાં તેના મિત્રોનો સંપર્ક કર્યો. ત્યારપછી અનુરાગનો સંપર્ક કર્યો અને 10000 રૂપિયા એડવાન્સ મોકલ્યા.
આ પછી મુંબઈ પોલીસે હર્ષિલ ચોરડિયા સાથે મળીને છટકું ગોઠવ્યું અને મુંબઈ પોલીસની ટીમ વલસાડ પહોંચી હતી. આ પછી પોલીસે અનુરાગની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે સમગ્ર સત્ય જણાવ્યું હતું.
પૂછપરછ દરમિયાન અનેક મોટા રહસ્યો ખુલી શકે છે
નાગપાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે અનુરાગની બાઇક ચોરી અને વેચવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. હાલ આ કેસમાં તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. તેણે એવો પણ દાવો કર્યો છે કે અનુરાગની પૂછપરછ દરમિયાન અન્ય ઘણા મોટા રહસ્યો પણ બહાર આવી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં મોટું એન્કાઉન્ટર, અત્યાર સુધીમાં 32 નક્સલવાદીના મોત, હથિયારોનો મળી આવ્યો જથ્થો
October 04, 2024 09:28 PMકલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની યોજાઈ બેઠક
October 04, 2024 09:01 PMરાજ્યભરની આરટીઓમાં શનિવાર 5 ઓક્ટોબરે ટ્રેક ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં લેવાય
October 04, 2024 08:59 PMPM Kisan Yojana 18th Installment: આવતીકાલે ખાતામાં પૈસા આવશે, 1.75 લાખ ખેડૂતોને 18મો હપ્તો મળશે
October 04, 2024 08:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech