મહારાષ્ટ્ર અને ઝારખંડમાં એક દિવસનો શોક જાહેર

  • October 10, 2024 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશના અગ્રણી ઉદ્યોગપતિ રતન ટાટાની ચીર વિદાયના પગલે આજે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં એક દિવસનો શોક જાહેર કરવામાં આવ્યો છે અને મહત્વના તમામ સરકારી કામ રદ કરી દેવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના સીએમ શિંદે અને ઝારખંડના સીએમ સોરેનએ દુખની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે આ મહામાનવની ખોટ ક્યારેય પૂરી નહી થાય.
દેશના અગ્રણી ઉદ્યોગપતિ રતન ટાટાની ચીર વિદાયની માહિતી મળતા જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી મોડી રાત્રે હોસ્પિટલ પહોંચ્યા હતા. આ મહામાનવની ચિર વિદાયના પગલે મહારાષ્ટ્રના તમામ સરકારી કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ કહ્યું, કે ભારતના રત્ન રતન ટાટા હવે નથી રહ્યા, આ દરેક માટે ખૂબ જ દુ:ખદ સમાચાર છે. મોટી સંખ્યામાં લોકો તેમનાથી પ્રેરિત અને પ્રેરિત હતા. તેઓ મહારાષ્ટ્રનું ગૌરવ છે.તેમણે ખુબ મદદ કરી છે. તેમનું યોગદાન ચિરકાલીન છે.રતન ટાટા તેમણે આપણા દેશનો કોહિનૂર હતો તે દેશભક્ત અને દેશ પ્રેમી હતા.
બીજી તરફ ઝારખંડમાં પણ હેમંત સોરેન સરકારે ઝારખંડમાં એક દિવસના શોકની જાહેરાત કરી છે. તેમણે ઉમેર્યું હતું કે રતન ટાટાએ ઝારખંડને વિશ્વ સ્તરે ઓળખ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
સીએમ હેમંત સોરેને ’એકસ’ પર કરેલી એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ઝારખંડ જેવા પછાત રાજ્યને વૈશ્વિક ઓળખ આપવામાં રતન ટાટાનો અવિસ્મરણીય ફાળો રહ્યો છે.ટાટા ગ્રુપ્ને વૈશ્વિક ઓળખ અપાવવાનો શ્રેય ભારતીય ઉદ્યોગપતિ રતન ટાટાને જાય છે.તેમને ઉમેર્યું હતું કે આપણે રતન નવલ ટાટાને વિદાય આપવી પડી રહી છે , જેઓ ખરેખર એક અસાધારણ વ્યક્તિત્વ હતા. ભૂતપૂર્વ ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને એક નિવેદનમાં જણાવ્યું હતું તેમના મિત્ર, ગુરુ અને માર્ગદર્શક હતા. તેમના યોગદાનથી માત્ર ટાટા ગ્રૂપ્ને જ નહીં પરંતુ આપણા રાષ્ટ્રના ફેબ્રિકને પણ નવો આકાર મળ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application