અગાઉ જુદા જુદા શહેરમાં આવેદનપત્ર આપવામાં આવેલ
તળાજા ખાતે સમુહ લગ્ન પ્રસંગમાં ચારણ ગઢવી સમાજ વિશે વાણી વિલાસ કરનાર ગીગા ભમ્મર સામે વિરોધનો વંટોળ ઉઠયો હતો, જામનગર, ખંભાળીયા સહિતના શહેર, જીલ્લામાં આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને તેની સામે કડક પગલા લેવાની માંગણી કરવામાં આવી હતી દરમ્યાનમાં ગીગા ભમ્મર સામે ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
ગત તારીખ ૧૪ ફેબ્રુઆરીના રોજ તળાજા ખાતે યોજાયેલા એક સમૂહ લગ્ન પ્રસંગમાં ગીગા ભમ્મર નામના શખ્સ દ્વારા જાહેર મંચ ઉપર તેના વક્તવ્યમાં બેફામ વાણી - વિલાસ કરી, અને ચારણ ગઢવી સમાજ વિશે એલફેલ શબ્દો કહેવા અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
ચારણ ગઢવી સમાજને વિશ્વાસઘાતી તેમજ લૂંટારા કહી, અને સમાજના માતાજીઓ વિશે અશોભનીય ઉચ્ચારણ કરવા સબબ ખંભાળિયા સહિત સમગ્ર ગુજરાતભરમાં ભારે વિરોધ સાથે ઠેર ઠેર આવેદનપત્ર સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ સાથે ગીગા ભમ્મરના ઉચ્ચારણોના અનુસંધાને ચારણ ગઢવી સમાજ દ્વારા શાંતિપૂર્ણ રીતે વિરોધ વ્યક્ત કરી અને રેલી સ્વરૂપે સંબંધિત તંત્રને આવેદનપત્ર પાઠવી ગીગા ભમ્મર સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી.
ખંભાળિયામાં પણ યોજવામાં આવેલા રેલી તથા આવેદનપત્રના કાર્યક્રમને અનુલક્ષીને ખંભાળિયા પોલીસ મથકમાં ગીગા ભમ્મર સામે ચોક્કસ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ખંભાળિયામાં નોંધાયેલી પોલીસ ફરિયાદને અનુલક્ષીને અહીંના ઈન્ચાર્જ પી.આઈ. શક્તિસિંહ ઝાલા દ્વારા આ અંગેની આગળની તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર ગુજરાતમાં ચકચારી એવા આ પ્રકરણની ખંભાળિયામાં પણ ફરિયાદ થતા આરોપી સામે પોલીસ તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકાની 138 વર્ષ જૂની ગૌશાળામાં ભાગવત સપ્તાહ
May 14, 2025 10:36 AMટ્રમ્પ..સિર્ફ નામ હી કાફી: ગુરુગ્રામમાં ટ્રમ્પ ટાવરનો 3,250 કરોડમાં લક્ઝરીયસ સોદો
May 14, 2025 10:35 AMબોડની પૂરક પરીક્ષામાં ધો. 10 ના વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડના બદલે બેઝિક ગણિત રાખી શકશે
May 14, 2025 10:25 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech