જામ દુધઈ ગામે સસરાને ઘેર આંટો દેવા ગયેલા દંપતીનો ઝેરી દવા પી લઇ આપઘાતનો પ્રયાસ

  • September 12, 2024 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાંચ દિવસની સારવાર બાદ પત્નીનું મૃત્યુ: જ્યારે પતિ જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ: પતિ-પત્ની વચ્ચે જામનગર પરત આવવા માટે ઝઘડો થયા પછી પત્નીએ ઝેર પીધા બાદ પતિએ પણ વિષપાન કરી લીધું હતું


જામનગર તા ૧૧, જામનગરના રાંદલ નગર વિસ્તારમાં રહેતું એક દંપતિ જોડિયા તાલુકાના જામદુધઇ ગામે સાસરે આંટો દેવા માટે ગયું હતું, જ્યાં જામનગર પરત આવવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં બંનેએ સજોડે ઝેરી દવા પી લીધી હોવાથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા, જયાં સારવાર દરમિયાન પત્નીનું મૃત્યુ નીપજ્યું છે, જયારે પતિ સારવાર હેઠળ છે. સમગ્ર મામદેવ જોડિયા પોલીસ તપાસ ચલાવે છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રાંદલ નગર વિસ્તારમાં રહેતી પાયલબેન રમેશભાઈ કુકડીયા નામની ૩૪ વર્ષની પરણીતા, કે જે ગત ૬.૯.૨૦૨૪ ના દિવસે પોતાના પતિ રમેશભાઈ તથા પોતાની બે પુત્રીઓ સાથે જામનગર થી જોડિયા તાલુકાના જામદુધઈ ગામે રહેતી પોતાની માતા ઉષાબેન ચમનભાઈ ચૌહાણ ના ઘેર આંટો દેવા માટે ગઈ હતી.

 જ્યાં જામનગર પરત આવવા બાબતે પતિ પત્ની બંને વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં આજથી પાંચ દિવસ પહેલાં પાયલબેને આવેશમાં આવી જઈ ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન તેના પતિ રમેશભાઈ એ પણ ઝેર પી લીધું હતું,

 તેથી બંને પતિ પત્નીને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સૌપ્રથમ સારવાર માટે જોડિયાની સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જયાં પાંચ દિવસની સારવાર બાદ પાયલબેન નું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે પતિ રમેશભાઈ આઈસીયૂમાં હાલ સારવાર હેઠળ છે.

 આ બનાવ અંગે પાયલબેન ની માતા આશાબેન ચૌહાણ એ પોલીસને જાણ કરતાં જોડીયા ના પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ. ડી. શીયાર ઘટના સ્થળે તેમજ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને પાયલબેન ના મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે આ સમગ્ર પ્રકરણમાં ઉષાબેન તેમજ અન્ય પરિવારજનોના નિવેદનો નોંધ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application