સહકારી મંડળીએ લોકશાહીની પાઠશાળા છે: હાલાર દુધધારા ચેરમેન

  • March 13, 2024 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજય સહકારી સંઘ દ્વારા જોડિયા ખાતે તાલીમ વર્ગ યોજાયો

ગુજરાત રાજય સહકારી સંઘની સહકારી શિક્ષણ અને તાલીમ યોજના અન્વયે જામનગર જિલ્લા સહકારી સંઘના ઉપક્રમે જોડીયા મુકામે તા.૧૨-૨-૨૦૨૪થી તા.૨૬-૨-૨૦૨૪સુધીની મુદત દરમ્યાન યોજવામાં આવેલ સહકારી મંત્રી મેનેજર તાલીમવર્ગનો પુર્ણાહુતિ કાર્યક્રમ જામનગર જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સહકારી સંઘ (હાલાર દુધધારા) ન ચેરમેન કાન્તીભાઇ ગઢીયાના પ્રમુખસ્થાને યોજવામાં આવેલ.
આ કાર્યક્રમના પ્રમુખસ્થાનેથી જણાવેલ કે જામનગર જિલ્લામાં જિલ્લા દુધ ઉત્પાદક સંઘ ચાલુ થવાના કરણે જામનગરના પશુપાલકોનું ખાનગી ડેરી અને વેપારીઓ દ્વારા થતું શોષણ અટકયુ છે અને તેમને નિયમિત દુધનું બજાર મળી રહ્યું છે અને દુધના સારા ભાવ મળતા થયા છે ગામડામાં ખેતીની સાથે પશુપાલન વ્યવસાયને અપનાવતા થયા છે, તેમજ તેમણે ઉપસ્થિત મંત્રીઓને જણાવેલ કે સહકારી મંડળીએ લોકશાહીની પાઠશાળા છે સહકારી પ્રવુતિની સફળતાનો આધાર વ્યવસ્થાપક કમીટી, સભાસદોને અને મંત્રી ઉપર રહેલ છે, સહકારી સંસ્થનો વહીવટ પારદર્શક હોય તો જ સભાસદોનો વિશ્ર્વસ મંડળીમાં જળવાઇ રહેછે અને સભાસદો ટકી રહે છે અને સભાસદ સંખ્યા વધી શકે.
આ કાર્યક્રમમાં ઉપીસ્થત જામનગર જિલ્લા સહકારી સંઘના માનદમંત્રી તેમજ જામનગર જિલ્લાની ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીઝ ફેડરેશનના ચેરમેન અને સ્વામી વિવેકાનંદ સોસાયટીના ડીરેકટર વશરામ ચોવટીયાએ જણવેલ કે સહકારી મંડળીના કર્મચારીઓએ મંડળીના આધારસ્તંભ છે. પાયો મજબુત હશે તો જ મંડળી રુપી ઇમારત ટકી શકશે. મંડળીના કર્મચારીઓ તાલીમી હશેતો તે જ્ઞનનો ઉપયોગ મંડળીમાં કરી મંડળીને અર્થક્ષમ બનાવી શકશે અને સભાસદોનો વિશ્ર્વાસ મેળવી શકશે, આ માટે મંત્રીઓએ જયારે જયારે આવા સહકારી શિક્ષણના કાર્યક્રમો યોજાય ત્યારે તેમાં ભાગ લઇ તાલીમ મેળવવી જોઇએ વધુમાં તેમણે જામનગર જિલ્લાની શ્રેષ્ઠ અને સફળ એવી સ્વામીવિવેકાનંદ સોસાયટીની માહિતી પુરી પાડી હતી.
આ પ્રસંગે સંઘના એકઝીકયુટીવ ઓફીસર પ્રજ્ઞેશ નાકરાણીએ જણાવેલ કે હિસાબોએ મંડળીનો દર્પણ છે. મંડળીના વહીવટ માટે મંડળીના હિસાબો અગત્યની બાબત છે અને દરેક મંત્રી હિસાબો યોગ્ય રીતે લખે તે જરુરી છે તેમજ આ તાલીમમાં સહકારી મંડળીના કાયદા વિશેની માહિતી મંડળીના વહીવટમાં ઘણી ઉપયોગી બની રહેછે તે માટે જિલ્લા સંઘ દ્વારાયોજવામાં આવતા આવા તાલીમ વર્ગોમાં વધુને વધુ સંખ્યામાં મંત્રીઓ તાલીમ મેળવે તે જરુરી છે જિલ્લા સહકારી સંઘ દ્વારા યોજવામાં આવતા આ પ્રકારના કાર્યક્રમો દ્વારા લોકોમાં જાગૃતિ આવે છે અને સહકારી પ્રવૃતિ સાથે જોડાઇ નાના અને મઘ્યમ વર્ગના લોકો પોતાનો આર્થિક, સામાજીક વિકાસ સાધી શકે છે.
આ વર્ગ દરમ્યાન તેમજ પુર્ણાહુતિ કાર્યક્રમમાં જામનગર જિલ્લા સહકારી સંઘન પુર્વ ઉપપ્રમુખ અને ડીરેકટર કરમણભાઇ ભીમાણી, જામનગર જિલ્લા સહકારી સંઘના ડાયરેકટર અને હડીયાણા સેવા સહકારી મંડળીના પ્રમુખ મગનભાઇ કાનાણી, જોડીયા તાલુકા પંચાયતના માજી પ્રમુખ મોહનભાઇ પરમાર કેશીયા સેવા સહકારી મંડળીના પ્રમુખ ધીરજલાલ ગોધાણી અને સર્વોદય જોડીયા સેવા સહકારી મંડળીના પ્રમુખ મગનભાઇ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ગનું તેમજ પુર્ણાહુતિ કાર્યક્રમનું સંચાલન અને આભારવિધી જામનગર જિલ્લા સહકારી સંઘના મહિલા સી.ઇ.આઇ. મંજુલાબેન પ્રજાપતિએ કયુૃં હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News