સાડા આઠ વર્ષ પહેલાંનો ચકચારી હત્યા પ્રયાસનો કેસ

  • July 24, 2024 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુરના ધુનડામા હત્યા પ્રયાસના કેસમા ચાર આરોપીઓને પાંચ વર્ષની સજા


જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધુનડા ગામ માં ખરાબા ની જમીન ના ઉપયોગ બાબતે સાડા આઠ વર્ષ પહેલા હત્યા  પ્રયાસ ના કેસ માં ચાર આરોપી ઓ ને પાંચ પાંચ વર્ષ ની સજા નો અદાલતે આદેશ કર્યો છે.


ગત તા.૨૬/૦૧/૨૦૧૬ ના રાત્રીના આઠેક વાગ્યા આસપાસ જામજોધપુર ના ધુનડા ગામે ફરીયાદી રમણીકભાઇ ભાણજીભાઇ જોષી ખરાબ ની જામીન નો ઉપયોગ કરતા હોય જે  અંગે આરોપી ઓ એ નાં પાડી છતાં ઉપયોગ ચાલુ રાખતા  ધુનડા ગામ નાં આરોપીઓ ગોવીદભાઇ છગનભાઇ શીલુ ,  કાન્તીલાલ ભાણજીભાઇ શીલુ , જયશંકર ભાણજીભાઇ શીલ અને  ધીરુભાઇ ભાણજીભાઈ શીલુ એ એક સંપ કરી ને કુહાડ ,લાકડી વડે  હુમલો કર્યો હતો.  અને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે  હત્યા પ્રયાસ ની કલમ મુજબ  જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાઈ હતી


જે કેસ જામનગરના  સેસન્સ જજ એન.આર.જોષી  ની કોર્ટમાં ચાલી જતા કોર્ટે મદદનીશ સરકારી વકીલ  દિપક.આર. ત્રીવેદીબની મૌખીક દલીલ તથા પંચો ની તથા સાહેદો ની તથા મેડીકલ પુરાવો ધ્યાને લઇ આ કામના દરેક આરોપીઓને તકસીરવાન ઠરાવી  પાંચ  વર્ષ ની સખત કેદ ની સજા નો હુકમ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application