મહાપાલિકાના પ્લોટમાં ખડકાયેલા દબાણો પર ફર્યું બુલડોઝર

  • October 18, 2024 02:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર મશાપાલિકાના ચિત્રા-ફુલસર વોર્ડમાં ટાઉન પ્લાનિંગના ટીપી સ્કીમ નંબર ૨/એ, ફાઇનલ પ્લોર નંબર ૩૩ વાળો અનામત રાખવામાં આવેલ પ્લોટમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર કરવામાં આવી રહેલા જગ્યા  અને તેને લગત રોડ પર ગેરકાયદેસર દબાણો ખડકાયા હોવા અંગે મહાપાલીકાના ટાઉન પ્લાનિંગ વિભાગના કમિશ્નર તરફ મોકલાયેલા રિપોર્ટના પગલે કમિશ્નરના આદેશથી મહાપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલના કાફલાએ ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારી અને સ્ટાફ સાથે રાખી મહાપાલિકાના અનામત રખાયેલા પ્લોટ અને તેને લગત રોડ પર ખડકાયેલા ગેરકાયદેસરના દબાણો સામે કાર્યવાહી હાથ ધરી હતી. અને ૧૩ મોટી દીવાલો, ૭ બાથરૂમ તેમજ ૨ શેડ પર બુલડોઝર ફેરવી તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરી સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ પ્લોટમાં થઇ રહેલી કામગીરીમાં દબાણરૂપી અડચણ દૂર કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News