ગોંડલમાં પાંજરાપોળ પાસે પેટ્રોલીંગ દરમ્યાન વાહન ચેક કરી રહેલી પોલીસે આટકોટ તરફથી આવી રહેલી વિદેશી દા ભરેલી કારને રોકવા જતાં કાર ચાલક પોલીસ કોન્સ્ટેબલ તથા અન્ય એક કારને ઠોકરે ચડાવી નાસી છુટો હતો. આ સમગ્ર ઘટના અંગે પોલીસે કોન્સ્ટેબલને ઠોકરે ચડાવનાર કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શ કરી છે. ઘટનામાં સીસીટીવી ફટેજના આધારે બુટલેગરની કારને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
ગોંડલમાં ગોંડલી નદી પર આવેલા પાંજરાપોળના પુલ પર બાતમીના આધારે ગોંડલ શહેર એ–ડિવિઝન પોલીસ વોચમાં ઉભી હતી. તે દરમિયાન ફોચ્ર્યુનર કાર ચાલક જે આટકોટ તરફથી ગોંડલ શહેરમાં પ્રવેશી રહ્યો હતો. ત્યારે કારચાલક પોલીસે કરેલી નાકાબંધીને જોઈ જતા પાંજરાપોળના પુલ પરથી જ ફોચ્ર્યુનર કારને ફિલ્મી ઢબે વળાંક વાળતાં કોન્સ્ટેબલને હડફેટે લીધા હતા. જે બાદ પુલ પર અન્ય એક કારમાં અથડાવી નુકસાન કરી ફરી આટકોટ તરફ કારચાલક નાસી છૂટો હતો.
બનાવ વેળા પોલીસ કોન્સ્ટેબલને સામાન્ય ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને એ–ડિવિઝન પોલીસના પીઆઈ એ.સી.ડામોર ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને કારચાલકની અલગ અલગ સીસીટીવી ફટેજ આધારીત શોધખોળ શૂ કરી હતી. ગોંડલ–આટકોટ રોડ પર ધારેશ્વર ચોકડી નજીકથી ફોચ્ર્યુનર કાર ચાલકે કોઈ અજાણ્યાં ઇસમને રોડ પરથી બેસાડો હોવાનું સૂત્રો દ્રારા જાણવા મળી રહ્યું છે. હાલ દાૂના જથ્થા સાથેની કાર કોની હતી ? કાર ચાલક કોણ હતો? તેને લઈને પોલીસ દ્રારા તપાસ હાથ ધરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech