જીલ્લા એસપી પ્રેમસુખ ડેલુ તથા ડીવાયએસપી આર.બી. દેવધા દ્વારા દારુ જુગારની પ્રવૃતી નેસ્તનાબુદ કરવા સુચના આપી હતી.
જામજોધપુર પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કોડના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડ.કોન્સ વીરેન્દ્રસિંહ જાડેજા, પો.કોન્સ નવલભાઇ આસાણી, પો.કોન્સ. મયુરસિંહ જાડેજા, પો.કોન્સ મનહરસિંહ જાડેજાને સંયુકત રીતે બાતમી મળેલ કે, સફેદ કલરની બોલેરો પીકઅપ વાન નં. જીજે૧૫વાયવાય-૨૦૨૪માં કોઇ ઇસમ દેશી દારુનો જથ્થો લઇ સતાપર રોડ તરફથી બાલવા ફાટક આવી રહેલ છે તેવી હકીકત આધારે જામજોધપુર બસ સ્ટેન્ડ પાસે પટેલ સમાજથી બાલવા ફાટક તરફ જવાના રસ્તે વોચમાં રહી બોલેરોને પકડી પાડી દેશી દારુ આશરે ૧૨૦૦ લીટર કિ. ૨૪૦૦૦ તથા બોલેરો કિ. ૩.૫૦ લાખ, ૧ મોબાઇલ મળી કુલ ૩.૭૯ લાખનો મુદામાલ કબ્જે કરી પ્રોહી એકટ મુજબ ગુનો નોંઘ્યો હતો. રાણાવાવના ખંભાળા ગામના પરબત ભીખા હુણને પકડી લીધો હતો જયારે ખંભાળાના કારુ ગાંગા મોરી, જસાપરના યોગેશ ભુપત વિશાણી નાશી છુટયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMતાંત્રિકીયા ચોકમાં ચાલતી અંધશ્રધ્ધાનું આવ્યુ કાયમી નિરાકરણ
December 23, 2024 02:34 PMનવ મહિના પહેલા છેતરપીંડી કરી નાસી છુટનાર બે મહિલાઓ ઝડપાઇ
December 23, 2024 02:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech