જેતપુર હાઈવે ઉપર કાળમુખી કારે સરધારપુરવાસી દાદા–પૌત્રનો ભોગ લીધો
જેતપુર હાઈવે ઉપર કાળમુખી કારે સરધારપુરવાસી દાદા–પૌત્રનો ભોગ લીધો
April 22, 2026 12:04 PM
જેતપુરની રબારીકા ચોકડી પર મોટર સાયકલ પર ધારેશ્વર સૂર્યનારાયણ મંદિરે જઈ રહેલા દાદા પૌત્રને પાછળથી આવતી કારે અડફેટે લેતા દાદા મોટર સાયકલ પરથી ઉલળી પુલ નીચે પડી જતા તેને માથામાં હેમરેજ થઈ જતા અને પૌત્ર કાર હેઠળ આવી જતા બંનેના કમકમાટીભર્યા મોત નિપયા હતાં. સરધારપુર ગામે રહેતા બચુભાઇ આપાભાઈ લાલુ ઉવ ૭૦ પોતાના પૌત્ર હરદીપ (ઉવ ૧૧)ને લઈ જેતપુરના ધારેશ્વર ખાતે આવેલ સૂર્યનારાયણ મંદિરે ચાલતા ઉત્સવમાં જતાં હતા. ત્યારે તેઓ રબારીકા ચોકડી પાસે પહોચતા પાછળથી પુરપાટ ઝડપે આવતી જીજે ૦૧ આરએન ૭૦૯૫ નંબરની કારના ચાલકે મોટર સાયકલને અડફેટે લેતા બચુભાઇ મોટર સાયકલ પરથી ઉલળી પુલ નીચે પડી જતા તેને માથામાં હેમરેજ થઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપયું હતું. યારે પૌત્ર હરદીપ કાર હેઠળ આવી જતા તેને પણ માથાના ભાગે હેમરેજ થઈ જતા તેનું પણ ઘટના સ્થળે જ મોત નિપજતા બંનેના મૃતદેહો પીએમ માટે જેતપુર સરકારી હોસ્પીટલ લવાયા હતાં. હરદીપ બે ભાઈઓ વચ્ચે એક માત્ર પુત્ર હતો જેનું અકસ્માતે મોત થતા પરીવાર પર આભ ફાટી પડું હતું. દાદા પૌત્રના મોત મૃતદેહ સરકારી હોસ્પીટલ લાવતા જ હોસ્પીટલે સગા સબંધીઓ ઉમટી પડા હતાં. અને હોસ્પીટલે કણ દ્રશ્યો સર્જાયા હતાં. ઉધોગ નગર પોલીસે અકસ્માતે મોતની નોંધ લખી વધુ તપાસ હાથ ધરી હતી