શુભમન ગિલના નામે નોંધાયો મોટો રેકોર્ડ, કોહલીને પાછળ છોડી બાબરની કરી બરાબરી

  • January 25, 2023 12:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી વનડે શ્રેણીમાં ભારતીય ઓપનર બેટ્સમેન શુભમન ગિલ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. ત્રણ મેચોની શ્રેણીમાં તેના બેટમાંથી એક બેવડી અને એક સદી નીકળી છે. ત્રણ મેચની વનડે શ્રેણીમાં સૌથી વધુ રન બનાવવાના મામલે શુભમન ગીલે તમામ ભારતીય ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. આ સાથે જ તેણે ત્રણ મેચની વનડે શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

ગિલે ન્યૂઝીલેન્ડ સામેની આ શ્રેણીમાં કુલ 360 રન બનાવ્યા છે. આ મામલે તેણે બાબર આઝમની બરાબરી કરી લીધી છે. 2016માં બાબરે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ વનડે શ્રેણીમાં કુલ 360 રન બનાવ્યા હતા. હવે ગિલે બાબર આઝમના આ વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ગિલ આ મામલે બીજા નંબરે આવી ગયો છે. 

ત્રણ વનડે શ્રેણીમાં સૌથી વધુ રન - ટોપ-5 બેટ્સમેન

બાબર આઝમ (પાક) 2016માં વેસ્ટ ઈન્ડિઝ સામે 360.
શુભમન ગિલ (ભારત) 2023માં ન્યુઝીલેન્ડ સામે 360.
ઇમરુલ કાયેસ (બાંગ્લાદેશ) 2018માં ઝિમ્બાબ્વે સામે 349.
ક્વિન્ટન ડી કોક (દક્ષિણ આફ્રિકા) 2013માં ભારત સામે 342 રન.
માર્ટિન ગુપ્ટિલ (ન્યુઝીલેન્ડ) 2013માં ઈંગ્લેન્ડ સામે 330 રન.

સિરીઝની પ્રથમ મેચમાં બેવડી સદી ફટકારી હતી

ગિલે આ શ્રેણીની પ્રથમ મેચમાં બેવડી સદી ફટકારી હતી. તેણે 149 બોલમાં 19 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 208 રનની ઇનિંગ રમી હતી. તે જ સમયે, શ્રેણીની ત્રીજી મેચમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું. આ મેચમાં તેણે 78 બોલમાં 13 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 112 રનની ઈનિંગ રમી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application