આજકાલ પ્રતિનિધિ-ભાવનગર ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન, મહુવા અને મોડેલ સ્કૂલ, તળાજાના સંયુક્ત ઉપક્રમે તળાજામાં ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ચિત્ર પ્રદર્શનનું આયોજન થયુ હતું. ગુજરાત,મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને કેનેડામાંથી ૩૧૫ ચિત્રકારોએ મેઘધનુષ્યના સપ્તરંગો દ્વારા કૃષ્ણના ચિત્રોનું સુંદર આલેખન કર્યું હતું. આ ચિત્ર પ્રદર્શન ૧૫, ૧૬ અને ૧૭ ઓગસ્ટના રોજ યોજાયુ હતું.
આ ચિત્ર પ્રદર્શન તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણ, સંતો-મહંતો અને મહેમાનોની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવામાં આવ્યુ હતું. આમંત્રિત મહેમાનોનું પીપળાના પાનમાં કૃષ્ણની પ્રતિકૃતિ આપીને સ્વાગત કરવામાં આવેલ. ૨૨ ચિત્રકારોને કલારત્ન એવોર્ડ ૨૦૨૪ અને ૪૦ શ્રેષ્ઠ કૃતિને મોમેન્ટો અને અન્ય ચિત્રકારોને મેડલ અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવેલ.
વિદ્યાદાન મહાદાનમાં ૧૦૦ માતા પિતા વિહોણા અને દિવ્યાંગ બાળકોને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવેલ. સમાપન સમારોહના અધ્યક્ષ મયુરભાઈ નાગર ચિત્રકાર રાજકોટ ભારદ્વાજ બાપુ તળાજા અને ચિત્રકાર ભરતભાઈ ડોડિયાની ઉપસ્થિતિમાં યોજાયેલ.
ચિત્ર પ્રદર્શનની સાથે આર્ટ એન્ડ ક્રાફ્ટ, લાઈવ લેન્ડસ્કેપ ,કૃષ્ણ ક્રાઉન, ટેટુ, રંગોળી, નેઇલ આર્ટ, મહેંદી વગેરે કલાની પ્રવૃત્તિઓ દ્વારા ત્રિદિવસ કૃષ્ણમય વાતાવરણમાં કલારસિકોએ ભક્તિ ,કલા અને કરુણાનો લહાવો લીધો. ૨૦ ચિત્રકારોએ પોતાની કલાકૃતિ વિદ્યાદાન મહાદાનમાં અર્પણ કરીને સેવાયજ્ઞમાં અર્પણ કરેલ. ૨૦ નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિની પસંદગી કરવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ખોડીદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન, મહુવા પરિવાર, મોડેલ સ્કૂલ, તળાજા પરિવાર ,શૈક્ષણિક સંસ્થાઓ અને વિશાલભાઈ રાજ્યગુરુ સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech