દશેરાના પર્વ નિમિત્તે અધર્મ પર ધર્મના વિજયની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે જૂનાગઢમાં આજે રાત્રે ટીંબાવાડી દીપાંજલિ ૨ માં આનદં દીપ ગરબી મંડળ દ્રારા ૫૧ ફટના રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આતાશબાજી સાથે થનાર રાવણ વધના કાર્યક્રમને નિહાળવા હજારો લોકો ઉમટી પડશે. આજે રાત્રે રામાયણની થીમ અનુપ ઉજવણી કરવામાં આવશે તેમજ ઓટોમેટીક સ્વીચ દ્રારા રાવણનું દહન થશે અને
આવતીકાલે વિજયાદશમીનો પવિત્ર તહેવાર ઉજવાશે. અધર્મ પર ધર્મના વિજયપે આ પર્વ મનાવવા આવે છે.હિન્દૂ માન્યતા અનુસાર દશેરાના દિવસે ભગવાન રામે લંકાના રાજા રાવણનો વધ કર્યેા હતો અને વિજય પ્રા કરી ફરી પધાર્યા હતા. ભગવાન રામના આ વિજયને હિન્દુ ધર્મમાં વિજયાદશમીના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. પરિણામે આ દિવસે રાવણનું પૂતળું બનાવી દહન કરવાની પરંપરા છે. જૂનાગઢમાં ટીંબાવાડી દીપાંજલિ ૨ વિસ્તારમાં ઓમકારેશ્વર મહાદેવ મંદિર પાસે આનંદદીપ ગરબી મંડળ દ્રારા આજે રાત્રે ૧૦ વાગ્યે રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.ભાવેશભાઈ સોલંકીના જણાવ્યા મુજબ દીપાંજલિ ૨ વિસ્તારમાં ઓમકારેશ્વર મહાદેવ મંદિર પાસે વર્ષેાથી રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે .આ વર્ષે લોખંડના સ્ક્રેપના મોટા બીમમાં કોથળા અને ૩૦૦ કિલોથી વધુ ઘાસ અને ૪૦હજાર થી વધુ ની રકમના ફટાકડાઓની સર રાખી ૧૦ માથાળા ૩૦ ફટના વિશાળ રાવણના પૂતળાને તૈયાર કરવામાં આવ્યો છે. જેને ક્રેનની મદદથી ઓમકારેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલા ગ્રાઉન્ડમાં ઉભો કરવામાં આવ્યો છે. કોઈ આકસ્મિક બનાવ ન બને તેેે માટે ફાયરની ટીમ સ્થળ પર સ્ટેન્ડ બાય રહેશે.
અધર્મ પર ધર્મની ઉજવણીના તહેવારની ઉજવણી કરવા અને રાવણ દહન નિહાળવા હજારો લોકો ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આનંદીપ ગરબી મંડળના અંકિત વ, સાગર હડિયા, રાકેશ ગઢવી, ભાવિન પરમાર, શિવમ ગઢવી, દેવો પરમાર, ભાવેશભાઈ સોલંકી , દુષ્યતં સોલંકી,દેવાયતભાઈ કચોટ સાવન રાવલીયા દિપક રાવલિયા, મયુર ભટ્ટ, લખન ભાઈ સોલંકી, કાનભાઈ ગોજીયા, યોગેશ ગોસ્વામી, હમીરભાઇ કરંગીયા, ડો કટારીયાદેવાયત કચોટ અને દેવાયત ઝાલા ડો.શિવમ ગઢવી, ડો સતપરીયા લમણભાઈ સોલંકી, હમીરભાઈ કરંગીયા , ડો કટારીયા , દેવાયત કચોટ, દેવાયત ઝાલા પરમાર સહિતની ટીમ દ્રારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.આજે રાત્રે ઓટોમેટિક સ્પીચના માધ્યમથી રાવણ દહન કરાશે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર પોલીસ અને ફાયર વિભાગ દ્રારા બંદોબસ્ત રાખવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો ધમકી આપનાર સાથે સાથે શું થયું
January 27, 2025 10:10 AMરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech