રાજકોટમાં હાલતા ચાલતા વધુ એક યુવકનું હૃદયબંધ પડી જતા મોત નીપજ્યું છે. મવડી પ્લોટમાં કારખાનાનો પ્લાન્ટ ફેરવતી વખતે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા બેભાન થઈ ઢળી પડ્યો હતો તાકીદે હોસ્પિટલ ખસેડાવામાં આવતા તબીબે નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ શહેરના બાલાજી હોલ પાસે શ્રી રામ સોસાયટી શેરી નં-1માં રહેતા મોહીલ કિશોરભાઈ સોરઠીયા (ઉ.વ.24) નામનો યુવક રાત્રીના 11 વાગ્યાના અરસામાં મવડી પ્લોટ શેરી નં.2/10ના ખૂણે આવેલા બનેવી ચિરાગભાઈના કારખાને હતો ત્યારે ચક્કર આવતા અચાનક બેભાન થઈ પડી જતા તાત્કાલિક કારમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ઇમર્જન્સી વોર્ડમાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
પરિવારજનોના કહેવા મુજબ મૃતક મોહીલના બનેવી ચિરાગભાઈને મવડીમાં ઝિંગનું કારખાનું હતું જે કારખાનું મોહીલને આરતી એરિયામાં ભાગમાં રહી શરૂ કરવાનું હતું આથી રાત્રીના મિત્રો સહિતના પ્લાન્ટ ફેરવતા હતા ત્યારે બનાવ બન્યો હતો. યુવકના પિતા પ્રાઇવેટ નોકરી કરે છે અને પોતે એક બહેનમાં નાનો હતો. એક ના એક પુત્રના મોતથી પરિવાર આઘાતમાં ગરક થયો છે.
બીજા બનાવમાં રાજકોટની ભાગોળે બેટી રામપરા ગામે રહેતા અને ભરડિયો ચલાવતા કાંતિભાઈ કલાભાઇ સાગઠીયા (ઉ.વ.50) નામના આધેડ ગતરાત્રીના અહીં બેભાન થઇ જતા ભરડીયે કામ કરનાર અન્ય શ્રમિકોએ 108ને જાણ કરી હતી,108ની ટિમ બનાવના સ્થળે પહોંચી જોઈ તપાસી મૃત જાહેર કયર્િ હતા. કાંતિભાઈ મૂળ રાજકોટના રાજનગર વિસ્તારમાં રહે છે, છેલ્લા 10 વર્ષથી ભરડિયો ચલાવે છે. પત્ની અને પરિવાર હાલ અમદાવાદ રહે છે. આધેડને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. બનાવ અંગે એરપોર્ટ પોલીસને જાણ કરવામાં આવતા એએસઆઇ વાય.કે.ચૌહાણએ જરૂરી કાર્યવાહી કરી હતી. બંને બનાવમાં હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકાની ગોમતી નદીના કિનારે શ્રી કૃષ્ણના જીવનને પ્રતિબિંબિત કરતી અદભૂત "કૃષ્ણ: નાટ્ય કથા"
February 24, 2025 12:18 PMમહાભારત બનાવવામાં સપ્તાહે 2 લાખનું નુકસાન હતું,
February 24, 2025 12:11 PMઉર્વશી રૌતેલા ઓરી સાથે ફેરા ફરશે તેવી જોરદાર અટકળો
February 24, 2025 12:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech