અંબાજી ખાતે અંબામાતાની ૧૦૦ ફટ ઉંચી અને ૮૦ ફટ પહોળી પ્રતિમા બનશે

  • January 30, 2024 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતના યાત્રાધામ અને પ્રવાસન વિકાસને લઈ રાય સરકાર દ્રારા એક પછી એક મહત્વના નિર્ણયો જાહેર કરવામાં આવી રહ્યા છે તેના ભાગપે શકિતપીઠ અંબાજી ખાતે અંબા માતાનું ખૂબ જ મોટું સ્ટ્રકચર ઊભું કરવાની દિશામાં કાર્યવાહી શ કરવામાં આવી છે આ માટે જિલ્લ ા કલેકટર દ્રારા જમીન ફાળવી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ અંબા માતાનું એલઇડી લાઇટ વાળું કદાવર સ્ટ્રકચર ઉભું કરવામાં આવશે આ માટે આગામી બજેટમાં જાહેરાત કરવામાં આવશે. આ અંગે મળતી વિગતો અનુસાર ગુજરાત સરકાર અંબાજી માતાના મંદિર પાસે સર્કિટ હાઉસની પાછળના ભાગે ગબ્બર સર્કલ પહેલાં અંબાજી માતાનું કદાવર એલઈડી લાઈટવાળું સ્ટ્રકચર ઊભું કરી રહી છે. બીજી ફેબ્રુઆરીએ જાહેર થનારા રાય સરકારના વર્ષ ૨૦૨૪–૨૫ના બજેટમાં આ પ્રોજેકટની જાહેરાત થવાની સંભાવના છે, જેને માટે .૧૦થી ૧૫ કરોડની જોગવાઈનું આયોજન છે.

અંબાજી માતાની ૧૦૦ ફટ ઐંચી અને ૮૦ ફટ પહોળી રંગીન એલઈડી લાઈટવાળી વિરાટ પ્રતિમા ઊભી કરવાનો આ પ્રોજેકટ અગાઉ સર્કિટ હાઉસની બાજુમાં વિચારાયો હતો, પણ હવે કહે છે કે, સર્કિટ હાઉસની પાછળના ભાગે અને ગબ્બર સર્કલ પહેલાં ઐંચાણ ઉપર નવી જગ્યા ફાળવણી કરવામા આવી છે.

અંબાજી માતાના ભકતો દુર દૂરથી આ પ્રતિમા નિહાળી શકે તે માટે થઈ રહેલા આ આયોજનમાં પવનના ઝંઝાવાત કે ધરતીકંપના આંચકામાં પણ સ્ટ્રકચરને કોઈ અસર ના થાય તેની પણ કહે છે કે, કાળજી લેવાઈ રહી છે. નિષ્ણાત સ્ટ્રકચર એન્જિનિયરોનો અભિપ્રાય લેવામા આવશે.તેમ સૂત્રો જણાવે છે.
ગુજરાતને ટૂરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવા માટે કેવડિયાના યુનિટી સ્ટેચ્યૂ બાદ સૌરાષ્ટ્ર્રમાં સાસણ ગીર–સોમનાથ મંદિર–દ્રારકા મંદિર સર્કિટ, કચ્છમાં ધોરડોથી ધોળાવીરા સર્કિટ અને ઉત્તર ગુજરાતમાં અંબાજી મંદિર – ધરોઈ ડેમ સર્કિટ–એમ ત્રણે ઝોન સર્કિટસમાં વધુને વધુ પ્રવાસીઓ ખેંચી લાવવાના મિશનને કેન્દ્રમાં રાખી આયોજન થઈ રહ્યું છે અને અંબાજી માતાનું વિરાટ લાઈટિંગ સ્ટ્રકચર ખડું કરવાનો પ્રોજેકટ આના જ ભાગપ હાથ ધરાઈ રહ્યો છે. અંબાજી માતાના મંદિરને કેન્દ્રમાં રાખીને ૫૧ શકિતપીઠ પથદર્શન પ્રોજેકટમાં પણ વધુ છોગાં ઉમેરવા આયોજન થઈ રહ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application