ઓરમેક્સ સ્ટાર્સ ઈન્ડિયન લવ્સે બઝ પર આધારિત યાદી બહાર પાડી છે જેમાં ટોચની 10 અભિનેત્રીઓના નામનો સમાવેશ થાય છે. જેમાં દક્ષિણ અને હિન્દી સિનેમાની અભિનેત્રીઓના નામ સામેલ છે.
ભારતીય સિનેમામાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમની લોકપ્રિયતા અલગ-અલગ કારણોસર છે. પરંતુ સોશિયલ મીડિયા પર હંમેશા હેડલાઇન્સ બનાવનારી અભિનેત્રીઓની યાદી બહાર આવી છે, જેમાં આલિયા-દીપિકાનો ક્લાસ ગયો અને સામંથા નંબર વન પોઝીશન પર પહોચી છે.
આ લિસ્ટમાં કેટરિના કૈફનું નામ 10માં નંબર પર છે. કેટરીનાની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ ટાઈગર 3 બોક્સ ઓફિસ પર હિટ રહી હતી, જ્યારે તે જ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ક્રિસમસ ફ્લોપ રહી હતી. તેમ છતાં કેટરીનાની લોકપ્રિયતા અકબંધ છે.
સાઉથની અભિનેત્રી રશ્મિકા મંદન્ના આ યાદીમાં 9મા નંબરે છે. રશ્મિકાની અગાઉ રિલીઝ થયેલી ફિલ્મો 'એનિમલ' અને 'ગુડબાય' હિટ રહી હતી. હવે આગામી ફિલ્મ પુષ્પા 2 છે જે 5મી ડિસેમ્બરે રિલીઝ થશે.
સાઈ પલ્લવીનું નામ આઠમા નંબર પર છે. 2026માં આવનારી ફિલ્મ રામાયણમાં સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં જોવા મળશે જેની સાથે રણબીર કપૂર ભગવાન રામના રોલમાં જોવા મળશે.
2024માં સ્ત્રી 2 જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપનાર અભિનેત્રી શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મોમાં સ્ત્રી 3 પણ છે. ઓરમેક્સની યાદીમાં તેને સાતમા નંબરે રાખવામાં આવ્યો છે.
આ યાદીમાં કાજલ અગ્રવાલ છઠ્ઠા નંબર પર છે. કાજલ સાઉથની લોકપ્રિય અભિનેત્રી છે જે હિન્દી ફિલ્મ સિંઘમમાં પણ જોવા મળી છે.યાદીમાં સાઉથની અભિનેત્રી ત્રિશા કૃષ્ણનને પાંચમા નંબરે રાખવામાં આવી છે. ત્રિશાએ હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ચોથા નંબર પર બોલિવૂડની લેડી સિંઘમ છે. તેની છેલ્લી રિલીઝ સિંઘમ અગેઇન હતી જે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.
જવાન ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે રોમાન્સ કરનાર અભિનેત્રી નયનથારા સાઉથની લોકપ્રિય અભિનેત્રી છે. આ યાદીમાં તેનું નામ ત્રીજા નંબર પર રાખવામાં આવ્યું છે.જયારે બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટનું નામ બીજા સ્થાને છે. નાની ઉંમરમાં આલિયાએ પોતાની પ્રતિભાથી ઘણી લોકપ્રિયતા મેળવી છે.
લોકપ્રિયતાના મામલામાં સાઉથની હાઈપ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ પ્રથમ નંબરે છે. તેની લોકપ્રિયતા માત્ર દક્ષિણમાં જ નહીં પરંતુ હિન્દી દર્શકોમાં પણ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMપાકિસ્તાનમાં હાફિઝ સઈદના નજીકનો સાથી અબ્દુલ રહેમાનની ઈદના દિવસે જ હત્યા
March 31, 2025 03:51 PMસારવાર માટે મળેલા વળતરમાંથી મેડિકલેમ કાપી શકાય નહિ: હાઈકોર્ટ
March 31, 2025 03:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech