હાઈ બ્લડ પ્રેશર એક ગંભીર સમસ્યા છે. આ રોગને સાયલન્ટ કિલર પણ કહેવામાં આવે છે. ઘણી વખત તેના લક્ષણો એટલા હળવા હોય છે કે લોકો સમજી શકતા નથી અને તેની અવગણના કરતા રહે છે. માથાનો દુખાવો કે ચક્કર આવવા એ સામાન્ય લક્ષણો છે પરંતુ કેટલાક એવા લક્ષણો છે જેના વિશે લોકો જાણતા નથી. આ લક્ષણો ધીમે ધીમે ફેલાય છે. જેનાથી હૃદય રોગ, કિડનીને નુકસાન અને સ્ટ્રોકનું જોખમ વધારે હોય છે. જાણો હાઈ બ્લડ પ્રેશરનાં એવા લક્ષણો વિશે જેની સામાન્ય રીતે આપણે અવગણના કરતા હોય છીએ પરંતુ તેના પર ધ્યાન આપીને સમસ્યામાંથી બચી શકાય છે.
હૃદયના ધબકારા માં અનિયમિતતા
જ્યારે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય છે ત્યારે હૃદય પર દબાણ વધવા લાગે છે. આ કારણે હૃદયના ધબકારા અસામાન્ય થવા લાગે છે. જેમાં ક્યારેક હૃદયના ધબકારા અચાનક ઝડપી થઈ જાય છે અને ક્યારેક ધબકારા તૂટક તૂટક હોય છે. જો એમ હોય તો તેની અવગણના બિલકુલ ન કરવી જોઈએ. આ હાઈ બ્લડ પ્રેશરની નિશાની હોઈ શકે છે.
ઊંઘનો અભાવ
જો યોગ્ય રીતે ઊંઘી શકતા નથી અથવા સૂતી વખતે નસકોરા બોલતા હોય તો હાઈ બીપીના લક્ષણો જોવા મળે છે. હાઈ બીપીની સમસ્યા મગજ અને શરીર વચ્ચેના સંચારને અસર કરે છે, જેનાથી ઊંઘમાં ખલેલ પડે છે. જો ઊંઘમાં આવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો તરત જ ડૉક્ટર પાસે જવું જોઈએ.
વારંવાર યુરિનની સમસ્યા
વારંવાર યુરિન આવવાની સમસ્યા પણ હાઈ બ્લડ પ્રેશરનું લક્ષણ છે. આ રોગને કારણે કિડની યોગ્ય રીતે કામ કરતી નથી અને વારંવાર પેશાબની સમસ્યા રહે છે. જો વારંવાર ટોયલેટમાં જવું પડતું હોય તો તે કિડની અથવા હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાનો સંકેત હોય શકે છે.
યોગ્ય રીતે જોઈ શકતા નથી
હાઈ બીપીની સમસ્યાને કારણે આંખોની રક્તવાહિનીઓ પ્રભાવિત થવા લાગે છે. આને કારણે કંઈપણ જોવાનું અસ્પષ્ટ બની જાય છે. દૃષ્ટિ પણ નબળી પડી શકે છે. જો આંખોની સામે ધબ્બા જેવું દેખાય કે અંધારા જેવું લાગે તો આ હાઈ બ્લડ પ્રેશરના લક્ષણો હોય શકે છે.
શ્વાસની તકલીફ
જો બેસીને અથવા નાના કાર્યો કરતી વખતે પણ શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો તેને હળવાશથી ન લો. હાઈ બીપી હૃદય અને ફેફસાં પર દબાણ વધારી શકે છે, જેનાથી શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.
સારવાર અને સાવચેતીઓ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMબંધારણમાં સમાજવાદી-સેક્યુલર જેવા શબ્દો ઉમેરવાના કેસમાં ચુકાદો અનામત; કોર્ટે કરી મહત્વપૂર્ણ ટિપ્પણીઓ
November 22, 2024 05:00 PMવિનોદ તાવડેએ 5 કરોડના આરોપમાં રાહુલ ગાંધી અને ખડગેને 100 કરોડની નોટિસ મોકલી
November 22, 2024 05:00 PMઆસારામે સજા સ્થગિત કરવાની કરી માંગ, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ આપી માંગ્યો જવાબ
November 22, 2024 04:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech