95મા ઓસ્કાર એવોર્ડ પર આ વખતે દરેક ભારતીયની ટકેલી છે નજર 

  • March 11, 2023 04:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • જુનિયર એનટીઆરે ખાસ નિવેદન આપી જીત્યા ફેન્સના દિલ
  • રાજામૌલીની ફિલ્મ RRRના નાટુ નાટુ ગીતને ઓસ્કાર મળવાની આશા


95મા ઓસ્કાર એવોર્ડ પર દરેક ભારતીયની નજર ટકેલી છે. આ એવોર્ડ સમારોહ તમામ દેશવાસીઓ માટે એક ગર્વ લેવાની ક્ષણ બનવા જઈ રહ્યો છે અને તેનુ કારણ છે, સાઉથના સ્ટાર ડાયરેક્ટર એસએસ રાજામૌલીની ફિલ્મ RRRના ધમાકેદાર ગીત નાટુ નાટુ ને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નોમિનેશન. 

રાજામૌલી તેમની ફિલ્મની સ્ટારકાસ્ટ જુનિયર એનટીઆર અને રામ ચરણ સાથે આ એવોર્ડ શોમાં રેડ કાર્પેટ પર જોવા મળશે. જુનિયર એનટીઆરએ આ અંગે પોતાની ખુશી વ્યક્ત કરી છે. આ સાથે જ ઓસ્કર વિશે પણ કંઈક એવું કહ્યું છે, જે જાણીને તેમના ફેન્સની નજરોમાં તેના માટેનું સન્માન હજી વધી ગયું છે. 

જુનિયર એનટીઆર આ અઠવાડિયાના અંતમાં યોજાનાર 95માં એકેડેમી એવોર્ડ સમારોહ માટે અમેરિકા પહોંચી ગયો. અહીં તેનું ખૂબ ઉમળકાભેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર પહોંચેલા ફેન્સનો પ્રેમ જોઈને જુનિયર એનટીઆરએ કહ્યું...

 મને તમારા લોકો તરફથી અપાર પ્રેમ મળ્યો છે અને હું પણ તમને ખૂબ પ્રેમ કરું છું. તમે બધા મારા ભાઈઓ છો, ભલે આપણા સંબંધ લોહીના નથી પણ આપણો સંબંધ તેના કરતા પણ વધુ મજબૂત છે. હું સૌનૌ આભારી છું.

ઓસ્કર 2023માં તેના રેડ કાર્પેટ વોક માટે ખુશી વ્યક્ત કરતા જુનિયર એનટીઆરએ કહ્યું...

 મને નથી લાગતું કે હું માત્ર આરઆરઆર ફિલ્મના અભિનેતા તરીકે રેડ કાર્પેટ પર ચાલીશ. હું ભારતીય સિનેમાના અભિનેતા તરીકે નહીં, પરંતુ એક ભારતીય તરીકે રેડ કાર્પેટ પર ચાલીશ. આ સમયે મારા દિલમાં ખૂબ જ ગર્વની લાગણી હશે. રેડ કાર્પેટ પર ફક્ત હું નહીં પણ સમગ્ર ભારત ચાલશે.

જુનિયર એનટીઆરને પૂછવામાં આવ્યું કે તેમની ઘણી પ્રશંસા બાદ એકેડેમી એવોર્ડ માટે તેમનુ નામ નોમિનેટ થવા વિશે તેમને કેવુ લાગી રહ્યું છે. આના પર હસીને એનટીઆરે જવાબ આપ્યો કે.. એક એક્ટર આનાથી વધુ શું માંગી શકે અને ફિલ્મમેકર માટે આનાથી મોટી વાત શું હોઈ શકે?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application