સી ડિવિઝન પોલીસે રોકડ અને આઠ મોબાઇલ સહિત ૪૨,૮૦૦નો મુદ્દામાલ કબજે
જૂનાગઢમાં મધુરમ અઘેરા વાળી ગલી અમૃત પેલેસ એપાર્ટમેન્ટની નીચે સી ડિવિઝન પોલીસે દરોડો પાડી સ્થળ પરથી નવ જુગારીઓને ૪૨,૮૦૦ ના મુદ્દા માલ સાથે ઝડપી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રા વિગત મુજબ સી ડિવિઝન પીઆઇ ગોહિલ સહિતની ટીમને મધુરમ વિસ્તારમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે તપાસ હાથ ધરી હતી.
પેટ્રોલિંગ દરમ્યાન મધુરમ અઘેરા વાળી ગલીમાં અમૃત પેલેસ એપાર્ટમેન્ટ નીચે દરોડો પાડી સ્થળ પરથી મનીષ નરોત્તમ શેઠિયા, મોન્ટુ નરોતમ શેઠીયા, નસીબ આરબ, સંજય કોટક, સાદિક બેલીમ, યોગેશગીરી મેઘનાથી, અરજણભાઈ રાવલીયા, ઇમરાન ચૌહાણ, કરસન મોકરીયા ને .૧૨,૮૦૦ ની રોકડ અને૮ મોબાઈલ સહિત ૪૨,૮૦૦ ના મુદ્દા માલ સાથે ઝડપી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે