આરટીઓ અને ટ્રાફિક પોલીસએ ગોંડલ રોડ, શાપર રોડ, કાલાવડ રોડ અને માલિયાસણ રોડ ઉપર અલગ અલગ દિવસોએ મોડી સાંજના ચેકીંગ હાથ ધરતા વાહનમાં મોડીફાઇ કરેલી તેમજ વધારાની લાઈટ લગાવી નીકળતા ૮૯ વાહન ચાલકોને ૨,૨૦,૫૦૦નો દડં ફટકાર્યેા હતો.
શો મમાંથી નવા વાહનમાં સેન્ટ્રલ ગવર્મેન્ટની એજન્સી દ્રારા સેન્ટ્રલ મોટર વ્હીકલ એકટ ૧૨૬ મુજબ વેરીફાઈ કરવામાં આવેલી વાઈટ હેડ લાઈટ ફિટ કરવામાં આવે છે પરંતુ મોટાભાગના વાહન ચાલકો આ વ્હાઇટ લાઈટ બદલી અને હાઇવોટ સાથેની એલઇડી લાઈટ ફિટિંગ કરાવી રોડ પર ધોળો દિવસ હોઈ એવો પ્રકાશ ફેંકે છે. જેના કારણે સામેથી આવતા વાહન ચાલકોની આંખો અંજાતાં અકસ્માતનો ભય સતત રહે છે. આવી ગેરકાયદેસર રીતે મોડીફાઇ કરી ફિટ કરવામાં આવતી વ્હાઇટ લાઈટ તેમજ વધારાની એલઇડી લાઈટ લાગવી નીકળતા વાહન ચાલકો અને વેચાણ કરતાઓ સામે આજકાલ દ્રારા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે બાદ આરટીઓ દ્રારા અનેક વખત ડ્રાઈવ યોજી ગેરકાયદેસર રીતે વ્હાઇટ લાઈટ સાથે નીકળતા વાહન ચાલકોને દડં કરવામાં આવ્યો હતો. જયારે વધુ એક વખત રાજકોટ આરટીઓ કે.એમ.ખપેડની સૂચનાથી ઇન્સ્પેકટર સહિતની ટિમ તેમજ ટ્રાફિક પોલીસ દ્રારા સંયુકત રીતે ગોંડલ રોડ, શાપર રોડ, કાલાવડ રોડ અને માલિયાસણ રોડ ઉપર ચેકીંગ હાથ ધરી ૮૯ જેટલા વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી.
ત્યારે શહેરના ઓટો મોબાઈલ્સની દુકાનનો રોડ ગણાતા ગોંડલ રોડ ઉપર વ્હાઇટ એલઇડી લાઈટનું વેચાણકર્તાઓ સામે પણ પોલીસ ચેકીંગ કરી આવી લાઈટો વાહનમાં ફિટ કરવામાં આવે પહેલા જ કબ્જે કરી કાર્યવાહી કરવા લોકોમાં માગ ઉઠી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech