મેંગો માર્કેટ પાસે કારખાનામાંથી ૮૫ કિલો પિત્તળના દાગીનાની ચોરી

  • April 04, 2024 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના ગ્રીન ચોકડી પાસે મેંગો માર્કેટ નજીક આવેલા ઇમિટેશનના કારખાના રાત્રિના તસ્કરોએ ત્રાટકી અહીં દીવાલમાં બાકો પાડી કારખાનામાંથી ૮૫ કિ.લો પીતળના દાગીના ઉઠાવી ગયા હતા. જેની કિંમત અંદાજિત પિયા ૧.૦૨ લાખ છે. ચોરીની આ ઘટના અંગે કારખાનેદાર દ્રારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે.

ચોરી ના આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, આડા પેડક રોડ પર ગુજરાત શ્યામ પાર્ક–૧ માં રહેતા વિનોદભાઈ પરષોત્તમભાઈ લીંબાસીયા(ઉ.વ ૫૮) નામના કારખાનેદાર દ્રારા ચોરીની આ ઘટના અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓને ગ્રીનલેન્ડ ચોકડી પાસે મેંગો માર્કેટ નજીક અર્થવ એન્ટરપ્રાઇઝ નામનું ઇમિટેશન નું કારખાનું આવેલું છે.
ગત તારીખ ૩૦૩ ના તેઓ ગામે ખેતીના કામ માટે જીયાણા ગામ ગયા હતા અને આ કારખાનું તેમનો પુત્ર ધર્મેશ સંભાળતો હતો. કારખાનામાં ત્રણ કારીગરો કામ કરે છે. તારીખ ૩૧૩ ધર્મેશનો ફોન આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે સવારે કારીગર અમિત અંહી કારખાને જતા તાળું ખોલીને જોતા કારખાનાના દરવાજા ની બાજુમાં દિવાલમાં બાકો પાડી કોઈ શખસ ચોરી કરી ગયું હોવાનું માલૂમ પડું હતું. બાદમાં તપાસ કરતા અહીં કારખાનામાંથી પીતળના દાગીના ૮૫ કિલો કે જેની કિંમત પિયા ૧.૦૨ લાખ હોય તેની ચોરી થઈ ગઈ હોવાનું માલૂમ પડું હતું. આમ રાત્રિના કોઈ અજાણ્યા શખસોએ કારખાનામાં પ્રવેશ કરી દીવાલમાં બાકો પાડી ૮૫ કિલો પિત્તળના દાગીનાની ચોરી કરી ગયા અંગે આ ફરિયાદ નોંધાવવામાં આવતા બી ડિવિઝન પોલીસે ગુનો નથી ચોરીના આ બનાવવાનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application