શહેરના વિજયરાજનગરના વેપારીને તગડી ગામની જમીનના બનાવટી દસ્તાવેજ બતાવી સાચા હોવાનો વિશ્વાસ અપાવી શહેરના ચિત્રા વિસ્તારની ચાંમુડા સોસાયટીમાં રહેતા પિતા-પુત્ર સહીત ત્રણે મુળ ખેડુત પાસેથી જમીન ખરીદ કરે તો વાંધો ન લેવા પેટે રૂપિયા ૮૧.૧૧ લાખ મેળવી લઈ વેપારી સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરતા ગુનો નોંધાવા પામ્યો હતો.
ભાવનગર શહેરના વિજયરાજનગરમાં નાની પ્રગતિ મંડળની વાડીની બાજુમાં રહેતા અને નવાગામમાં આવડ કૃપા પ્લાસ્ટોમેક પ્રા.લી. ધરાવતા વેપારી વલ્લભભાઈ મેઘજીભાઈ વિરડીયાએ ઘોઘા પોલીસ મથકમાં ભાવનગરના ચિત્રા વિસ્તારના પ્રેસ ક્વાર્ટર, ચામુંડા
સોસાયટીમાં રહેતા મહાવિરસિંહ કનુભા ગોહિલ, રવિરાજસિંહ મહાવિરસિંહ ગોહિલ, કાળીયાબીડ વિસ્તારની ગોકુળધામ સોસાયટીમાં રહેતા રવિન્દ્રસિંહ તોગુભા ગોહિલ સામે ફરીયાદ નોંધાવી હતી કે, મહાવીરસિંહ કનુભા ગોહિલે તેના મળતીયાઓ સાથે પુર્વાયોજીત કાવતરૂ રચી અગાઉ તા.૧૮.૦૭.૨૦૧૭ ના રોજ સ્ટેમ્પ પેપરની ખરીદ કરી તે સ્ટેમ્પ પેપર ઉપર ઘોઘા તાલુકાના તગડી ગામના ખાતા નં બર ૪૫ રેવન્યુ સર્વે નં.૧૦૫ ની ખેતીની જમીનમાં મુળ ખેડુતના નામના બનાવટી કુલમુખત્યારનામુ બનાવી તેમા મરણ ગયેલ નોટરી એડવોકેટ ભાલચંદ્ર બી. ગાંધી રજી. નં. ૩૦૧૫ ના બનાવટી રબ્બર સ્ટેમ્પ લગાવી તેમજ એ જ સ્ટેમ્પ પેપ રની કલર પ્રિન્ટમાં તગડી સર્વે નં. ૧૦૫ ના કુલમુખત્યારનામાનુ લખાણ કરેલ
તેમા નોટરી દિનેશ ટી. રાઠોડના સિક્કા વાળા બનાવટી દસ્તાવેજ આધારે સહઆરોપી રવિન્દ્રસિંહ તોગુભા ગોહિલ તથા રવીરાજસિંહ મહાવીરસિંહ ગોહિલના નામે કબ્જા વગરનો વેચાણ કરાર કરી તે દસ્તાવેજોનો ખરા તરીકે ઘોઘા સબ રજીસ્ટ્રાર કચેરીમાં ઉપયોગ કરી દસ્તાવેજ નંબર ૧૪૬.૨૦૧૯ થી નોંધ કરાવી. જમીનના બનાવટી દસ્તાવેજો તેઓને બતાવી તે દસ્તાવેજો સાચા હોવાનુ જ ણાવી વિશ્વાસમાં લઈ તેઓ તગડી સર્વે નંબરની જમીન ખરીદ કરે તેમા આરોપી મહાવીરસિંહ વાંધો નહીં લે તેમ જણાવી તેની પાસેથી કટકે કટકે કુલ રૂ. ૮૧, ૧૧,૦૦૦ મેળવી લઇ છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. ઉક્ત ફરીયાદ અનુસંધાને ઘોઘા પોલીસે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા નગરપાલિકાના પેન્શનરો લાંબા સમયથી પેન્શન મળ્યું નથી...
December 23, 2024 11:49 AMવિશ્ર્વના બીજા સૌથી ધનવાન વ્યકિત જેફ બેઝોસના લગ્નમાં ૫૦૦૦ કરોડનો ખર્ચ થશે
December 23, 2024 11:46 AMજામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં દુકાનમાં થયેલી રોકડની ચોરીનો ગણતરીની કલાકોમાં LCB એ ભેદ ઉકેલ્યો
December 23, 2024 11:44 AMદ્વારકા જિલ્લામાં આગામી ચૂંટણી અન્વયે મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ
December 23, 2024 11:44 AMટ્રમ્પે ભારતીય મૂળના શ્રીરામ કૃષ્ણનની એઆઈ નીતિ સલાહકાર તરીકે નિયુકિત કરી
December 23, 2024 11:43 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech