શહેરના મોટામોવા વિસ્તારમાં અમરનાથ પાર્કમાં રેઇમ્બો સિટી એપાર્ટમેન્ટના ફ્લેટમાં ચાલી રહેલા જુગારધામ તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા મોરબીના કારખાનેદાર વેપારી સહિત સાત અને જુગાર રમાડનાર ફલેટધારકને ઝડપી લીધો હતો. પોલીસે પટમાંથી રૂ.10.80 લાખની રોકડ મોબાઈલ,કીયા કાર સહિત કુલ રૂ. 18.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઇલેકટ્રીશયન પ્રવિણ સંઘાણી ૧ હજાર નાલ ઉઘરાવી જુગારધામ ચલાવતો હતો. આ પૂર્વે એક વખત ફિલ્ડ બેસાડી હતી.ગઇકાલે બુધવારની રજા હોય મોરબીમાં રહેતા આ મિત્રો અહીં કારમાં જુગાર રમવા આવ્યા હતાં.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુબજ, તાલુકા પોલીસ મથકના પીઆઆઇ ડી.એમ. હરિપરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એચ.મહારાજ તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા, કોન્સ્ટેબલ મયુરસિંહ જાડેજા અને શિવભદ્રસિંહ ગોહિલને બાતમી મળી હતી કે, કાલાવડ રોડ પર મોટા મોવા વિસ્તારના અમરનાથ પાર્ક સ્થિત રેઇન્બો સીટી-2 નામના એપાર્ટમેન્ટના ત્રીજા માળે આવેલ ફ્લેટ નંબર 302 માં પ્રવીણ સંઘાણી ભાડેથી રહે છે. જેઓ બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી તીન પત્તીનો જુગાર રમાડી રહ્યા હોય અને હાલમાં જુગારનો પાટલો મંડાયેલો હોય તેવી ચોક્કસ બાતમીના આધારે તાલુકા પોલીસની ટીમે અહીં ફલેટમાં દરોડો પાડયો હતો.
પોલીસે દરોડા દરમિયાન જુગાર રમાડનાર ફલેટધારક પ્રવીણ હંસરાજભાઈ સંઘાણી (ઉવ 45 રહે રાજકોટ) તથા જુગાર રમવા આવેલા ભાવેશ પ્રવીણભાઈ પારજીયા(ઉ.વ.43 રહે મોરબી), ભરત ગોરધનભાઈ સવસાણી(ઉ.વ.51 રહે મોરબી), શાંતિલાલ ગોવિંદભાઈ ફેફર (ઉ.વ. 50 રહે મોરબી), મનોજ દામજીભાઈ દલવાડીયા(ઉ.વ.38 રહે મોરબી), રોહિત ત્રિભોવનભાઈ બાવરવા (ઉ.વ.42 રહે મોરબી), સંજય બાબુભાઈ જીવાણી(ઉ.વ.37 રહે મોરબી) અને પુનિત માવજીભાઈ કૈલા (ઉ.વ.38 રહે મોરબી) ને ઝડપી લીધા હતાં. પોલીસે પટમાંથી રૂ. 10,80,500 ની રોકડ તેમજ નવ મોબાઇલ ફોન અને કિયા કંપનીની કાર નંબર જીજે-36-એસી-9731 મળી કુલ રૂ.18,73,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે,જુગાર રમાડનાર પ્રવિણ સંઘાણી ઇલેકટ્રીશયન છે જયારે જુગાર રમવા આવનાર મોરબીના વેપારી અને કારખાનેદાર છે. પ્રવિણ રૂ.૧ હજાર નાલ ઉઘરાવી જુગાર રમવાની વ્યવસ્થા કરી આપતો હતો.આ પૂર્વે પણ એક વખત તેણે ફિલ્ડ બેસાડયુ હોવાનું માલુમ પડયું છે. ગઇકાલે બુધવારની રજા હોય જેથી કારખાનેદાર સહિતના મિત્રો મોરબીથી કીયા કાર લઇ અહીં જુગાર રમવા આવ્યા હતાં.
આ કામગીરીમાં પીઆઈ ડી એમ હરીપરા, પીએસઆઈ એમ એચ મહારાજ, હેડ કોન્સ્ટેબલ કૌશેન્દ્રસિંહ ઝાલા, હરપાલસિંહ જાડેજા, અજયભાઇ ભૂંડિયા, કોન્સ્ટેબલ સંજયભાઈ માંડાણી, મયુરસિંહ જાડેજા, શિવભદ્રસિંહ ગોહિલ, નિકુંજભાઈ મારવીયા, જયપાલસિંહ સરવૈયા, મહાવીરસિંહ જાડેજા, બલભદ્રસિંહ જાડેજા અને અક્ષયભાઈ નાથાણી રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે US, તુલસી ગબાર્ડ બોલી, આ ઇસ્લામિક આતંકવાદી હુમલો
April 25, 2025 09:58 PMપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech