બદલાતી વૈશ્વિક ખાદ્ય પ્રણાલીની પયર્વિરણ અને માનવ સ્વાસ્થ્ય બંને પર હાનિકારક અસરો થઈ રહી છે પરંતુ આ અસરને ઘણીવાર અવગણવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સનાં વર્લ્ડ ફૂડ ઓર્ગેનાઈઝેશન (એફએઓ) ના તાજેતરનાં અવલોકન ’સ્ટેટ ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર 2024’ અનુસાર વિશ્વભરની ખાદ્ય પ્રણાલીઓ જે રીતે પયર્વિરણ, શ્રમિકો અને માનવ સ્વાસ્થ્યને અસર કરી રહી છે તેની જો અંદાજિત કિંમત લગાવીએ તો તે લગભગ 12 ટ્રિલિયન ડોલર આવે છે.
ખર્ચ અથવા નુકસાનનું આ મૂલ્યાંકન 157 દેશોના અભ્યાસના આધારે કરવામાં આવ્યું છે. રિપોર્ટમાં તમામ દેશોની ખાદ્ય પ્રણાલીઓ માટે આ ખર્ચનો અંદાજ લગાવવામાં આવ્યો છે. ભારતની ખાદ્ય વ્યવસ્થાની આ છુપી કિંમત 110 લાખ કરોડ રૂપિયા છે. ભારતમાં તેનું કારણ મુખ્યત્વે સ્વાસ્થ્યને થતા નુકસાનના રૂપમાં સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં ખાદ્ય પ્રણાલીમાં બદલાવના કારણે એક તરફ પ્રોસેસ્ડ ફૂડ અને એડિટિવ્સનો વપરાશ વધી રહ્યો છે, તો બીજી તરફ ફળ, અનાજ અને છોડમાંથી આવતા ફાયદાકારક ફેટી એસિડનો વપરાશ ઘટી રહ્યો છે. આ કારણે ભારતમાં હૃદય અને ડાયાબિટીસ જેવા બિનચેપી રોગો વધી રહ્યા છે. નોંધનીય છે કે ભારતમાં ફૂડ સિસ્ટમની કુલ છુપી કિંમત આ ખર્ચના 73 ટકા છે. એટલે કે ફૂડ સિસ્ટમથી થતા રોગોને કારણે ભારતને 79 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. આ નુકસાન પયર્વિરણીય અને સામાજિક અસમાનતાના કારણે થતા નુકસાન કરતા વધારે છે.
આરોગ્ય અસરોની તપાસ કરતા અહેવાલમાં 13 આહાર જોખમી પરિબળોની ઓળખ કરવામાં આવી છે. જેમાં અનાજ, ફળો અને શાકભાજીનું અપૂરતું સેવન, વધુ પડતી ખાંડ અને સોડિયમનું સેવન અને પ્રોસેસ્ડ માંસનું વધુ સેવન સામેલ છે.
છુપાયેલા ખર્ચમાં સામાજિક ખર્ચનો પણ સમાવેશ થાય છે. તેમાં કૃષિ ખાદ્ય શ્રમિકોમાં ગરીબી (કૃષિ અને ખાદ્ય પ્રણાલીમાં ખામીઓને કારણે ઉત્પાદકતા અને ઓછુ વેતન), પયર્વિરણીય ખર્ચ જેમ કે ગ્રીનહાઉસ ગેસ અને નાઇટ્રોજન ઉત્સર્જન સમગ્ર ખાદ્ય શૃંખલામાં ખોરાક અને ખાતરના ઉત્પાદન અને ઉર્જાનો ઉપયોગનો સમાવેશ થાય છે.
ભારતમાં કૃષિ ખાદ્ય પ્રણાલીનો ખર્ચ ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સ પછી વિશ્વમાં ત્રીજા ક્રમનો સૌથી વધુ હોવાનો અંદાજ છે. ચીનમાં આ નુકસાન 1.8 ટ્રિલિયન ડોલરથી વધુ અને અમેરિકામાં 1.4 ટ્રિલિયન ડોલરથી વધુ હોવાનો અંદાજ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાંચ કરોડની જમીન પચાવી પાડવાના મામલે જયેશ પટેલના ભાઇની ધરપકડ
January 24, 2025 01:04 PMજામજોધપુરમાં બે જુથ વચ્ચે બબાલ: સામ સામી ફરીયાદ
January 24, 2025 01:00 PMજામનગરમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો: તાપમાન 15.5 ડીગ્રી
January 24, 2025 12:58 PMધ્રોલ નગરપાલિકાના અણઘડ વહીવટ અને થતાં અન્યાય બાબતે આપ જિલ્લા પ્રમુખ દ્વારા આવેદન
January 24, 2025 12:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech