ગૃહ યુદ્ધ ફાટી નીકળ્યા પછી સીરિયાની હાલત બદતર બની જવા પામી છે અને અસદએ દેશ છોડી દીધા પછી ત્યાં કયારે શું થાય તે નક્કી ન હોવાથી ભારતના વિદેશ મંત્રાલયએ ભારતીયોને સહી સલામત વતન આવી જવા અને સીરિયા છોડી દેવા તાકીદ કરી હતી અને તેના અનુસંધાને વિદેશ મંત્રાલયે સીરીયામાંથી ૭૫ ભારતીય મુકત કરાવ્યા છે અને તેમાંથી ૪ સુરક્ષિત દિલ્હી પહોચ્યા હોવાની માહિતી મળી છે.આ ચાર ભારતીય શનિવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા છે. એક ભારતીયે કહ્યું હતું કે અમે ૧૫–૨૦ દિવસ પહેલા ગયા હતા અને અમને ખબર ન હતી કે આ બધું થવાનું છે.અમને ભારતીય દૂતાવાસ દ્રારા બહાર કાઢવામાં આવ્યા હતા, પહેલા બેતમાં રાખવામાં આવ્યા હતા, પછી દોહા લાવવામાં આવ્યા હતા અને પછી અહીં પાછા આવીને સાં લાગે છે.
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, તમામ ભારતીયોને સુરક્ષિત રીતે લેબનોન ખસેડવામાં આવ્યા છે.ભારતીય નાગરિકોની વિનંતી અને ભારતીય નાગરિકોની સલામતી અને સુરક્ષા અંગે ભારત સરકારના મૂલ્યાંકનના પગલે દમાસ્કસ અને બેતમાં ભારતીય દૂતાવાસ દ્રારા આ ઓપરેશન શ કરવામાં આવ્યું હતું.હયાત તહરિર અલ–શામ જૂથની આગેવાની હેઠળના બળવાખોરોએ દમાસ્કસ પર કબજો કર્યેા હતો અને કહ્યું હતું કે સીરિયા આઝાદ થઈ ગયું છે.જો કે આ સમય દરમિયાન બશર અલ–અસદ દેશ છોડીને ભાગી ગયો હતો અને રશિયાએ તેને આશ્રય આપ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકાની ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:42 AMભવનાથ મહાશિવરાત્રી મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમવાર સંશોધન
February 24, 2025 10:41 AMગીરસોમનાથ તંત્રની ખનીજ માફિયાઓ સામે લાલ આંખ: ત્રણ લીઝને ૧૮.૧૪ કરોડનો દંડ
February 24, 2025 10:39 AMહળવદના મયાપુર નજીક સરકારી દવાઓનો જથ્થો રઝળતો મળ્યો
February 24, 2025 10:38 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech