BREAKING NEWS

જામનગર: ગુલાબનગર ડમ્પીંગ પોઇન્ટમાં લાગેલી આગ બુઝાવવા ૭૦ ગાડીઓનું ફાયરીંગ

  • May 23, 2026 05:17 PM 

જામનગર: ગુલાબનગર ડમ્પીંગ પોઇન્ટમાં લાગેલી આગ બુઝાવવા ૭૦ ગાડીઓનું ફાયરીંગ

૩ દિવસમાં હજારો ટન પ્લાસ્ટીક બળી ગયુ: હજુ પણ ફાયર બ્રિગેડ તૈનાતમાં: ૩ દિવસમાં સવાત્રણ લાખ લીટર પાણીનો મારો ચલાવાયો: કુલીંગની કામગીરી ચાલુ

ગુલાબનગર વિસ્તારમાં આવેલ ડમ્પીંગ પોઇન્ટમાં ત્રણેક દિવસ પહેલા આગ લાગતા ફાયર બ્રિગેડના જવાનોએ સતત મહેનત કરીને આશરે ૭૦ ગાડીઓનું ફાયરીંગ કર્યું હતું. માસ્ટર પ્લાનીંગ સાથે ૩૦૦ મીટરની લાંબી પાઇપલાઇન બીછાવવામાં આવી હતી અને હવે આગ કાબુમાં આવી ગઇ છે, થોડા ઘણા ધુમાડા નીકળે છે પરંતુ હવે કોઇ ચિંતાનું કારણ નથી.

ફાયર બ્રિગેડના અધિકારી જયવીરસિંહ રાણાએ આજકાલ સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે ગઇકાલ રાત સુધીમાં ૭૦ ગાડીઓનું ફાયરીંગ કરવામાં આવ્યું હતું. હજુ પણ પવન આવે ત્યારે ધુમાડો નીકળતો હોય છે ત્યારે ફાયરના જવાનો તૈનાતમાં છે, કામીલ મહેતા, અનવર ગજણ, જેંતીભાઇ ડામોર, ઉમેશ ગામેતી સહિતના જવાનો આગ બુઝાવવાની કામગીરીમાં લાગી ગયા છે.

જાણવા મળતી માહિતી મુજબ યોગેશ્ર્વરધામ ટાઉનશીપ, ગુલાબનગર સહિત અન્ય વિસ્તારોમાંથી ધુમાડા દેખાતા હતા, ત્યારબાદ ગુલાબનગર પાણીના મુખ્ય ટાંકાથી ૧૦૦૦ ફૂટ જેટલી પાઇપલાઇન બીછાવવામાં આવી છે, હાઇડ્રો કનેકટીવીટીને કારણે ફાયર ફાઇટરોને અવારનવાર રીફીલીંગ માટે દોડવુ પડયું હતું. ઝેરી ગેસ અને ધુમાડા વચ્ચે ૩૦ થી વધુ કર્મચારીઓએ સતત ફરજ બજાવી છે. લગભગ સવાત્રણ લાખ લીટર પાણી આગ બુઝાવવામાં વાપરવામાં આવ્યું છે. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application