ધુવાવ પાસેથી રીક્ષામાંથી ૭૦ બોટલ દારૂ મળ્યો

  • September 13, 2024 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આરોપીની ધરપકડ


જામનગર - રાજકોટ ધોરીમાર્ગે ધુવાવ ગામ પાસે થી પસાર થનાર રિક્ષા માં દારૂ ની હેરાફેરી  થતી હોવા ની  બાતમી નાં આધારે એલસીબી પોલીસે વોચ ગોઠવીને રિક્ષા ને ઝડપી  પાડી હતી અને તેમાંથી ૭૦ નંગ દારૂ ની બોટલ નો જથ્થો મળી આવતા દારૂ કબજે કરી આરોપી ની ધરપકડ કરી હતી.

જામનગર પોલીસની એલસીબી શાખાએ પૂર્વ બાતમી ના આધારે જામનગર નજીકના ધુવાવ ગામ પાસે વોચ ગોઠવી ને રીક્ષા લઈને પસાર થતા કિસાન શૈલેષભાઈ રામાવત ( રે. શંકર ટેકરી રામનગર ) ને આંતર્યો હતો. અને રીક્ષા ની તલાટી લેતા તેમાંથી રૂપિયા ૨૮ હજાર  ની કિંમતની ૭૦ નંગ દારૂની બોટલ નો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે દારૂ અને રીક્ષા કબજે કરી આરોપી કિશન રામાવત ની ધરપકડ કરી હતી. દારૂનો આ જથ્થો જામનગરના અપ્પો દરબારે સપ્લાય કર્યો હતો .જ્યારે હાપા ગામ ના પરેશ અરવિંદભાઈ ધોકીયા એ આજે દારૂ  મંગાવ્યો હતો.આથી પોલીસે એ બંને સામે પણ ગુનો નોંધી તેની શોધખોળ  હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application