જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, જસદણ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એમ.સી.ગોહિલ, ડી.આર. પલાળીયા, કોન્સ્ટેબલ પી.જે.વાસાણી સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન જનડા કંધેવાળીયા હાથસણી ગામ તરફ જવાના રસ્તે જનડાના જગદીશ સાકરીયાના મકાન પાસે ખુલ્લા પ્લોટમાં કુંડાળું કરી જુગાર રમતા સાત શખસોને ઝડપી લીધા હતા. જેમાં બચુ જગદીશભાઈ ખીહડીયા, શૈલેષ બટુકભાઈ સરવૈયા, વિરજી દેવશીભાઈ બાવળીયા, કાળુ ડાયાભાઈ લીલા, રતન નરસિંહભાઈ બાવળીયા, ઈરફાન જીગરભાઈ ભાસ અને બાબુ ટપુભાઈ વાલાણીનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂ. 4230 કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જુગારના અન્ય દરોડામાં ભાયાવદર પોલીસ મથકના પીઆઈ વી.એમ. ડોડીયાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કોઠીવાર અને મળેલી બાતમીના આધારે મોટી પાનેલી ગામે માંડાસણ રોડ તળાવની બાજુમાં આંબાના ઝાડની નીચે જાહેરમાં જુગાર રમતા પાંચ શખસોને ઝડપી લીધા હતા. જેમાં નરશી રૂખડભાઈ વરાણીયા, જયંતિ હીરાભાઈ મકવાણા, ઈકબાલ ઇસ્માઈલભાઈ સોરા, વિજય વિઠ્ઠલભાઈ સોલંકી અને ચંદ્રેશ કિશોરભાઈ વરાણીયાનો સમાવેશ થાય છે પોલીસે પટમાંથી રોકડ રૂ. 10,750 કબજે કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં સતત છઠ્ઠા અઠવાડિયે 10.872 બિલિયન ડોલરનો વધારો
April 19, 2025 11:30 AMછેલ્લી ત્રણ વાયબ્રન્ટ સમિટમાં થયેલા એમઓયુ પૈકી ૧૪૬૩૪ પડતા મુકાયા
April 19, 2025 11:25 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech