રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતા પદ્મિનીબા વાળા તેના પુત્ર સહિત પાંચ સામે ગોંડલમાં વૃદ્ધ દ્વારા હનીટ્રેપની ફરિયાદ નોંધાવવામાં આવી છે. યુવતી મારફત વૃદ્ધને ફસાવી આડકતરી રીતે તેમની પાસેથી છથી સાત લાખની માંગણી કરવામાં આવી હતી. જે અંગે વૃદ્ધે ફરિયાદ નોંધાવી છે. તો સામાપક્ષે યુવતી દ્વારા પણ વૃધ્ધ વિરુદ્ધ બીભત્સ માંગણી અને છેડતી કર્યા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મારા પતિનુ અવસાન થઈ ચૂક્યું છે, મારા ઘરમાં કંઈ નથી
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલમાં રહેતા રમેશ ત્રિકમભાઈ અમરેલીયા(ઉ.વ ૬૦) દ્વારા ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં યુવતી, પદ્મિનીબા વાળા તેનો પુત્ર તથા શ્યામ અને હિરેનના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ હાલ નિવૃત જીવન પસાર કરે છે. પંદરેક દિવસ પૂર્વે તેઓ ઘર પાસે બહાર બેઠા હતા ત્યારે એક યુવતી અહીં આવી હતી અને તેણે સરનામું પૂછવાના બહાને વાતચીત કરી વૃદ્ધ પાસેથી તેમના મોબાઈલ નંબર લઈ લીધા હતા. બાદમાં વૃદ્ધને ફોન કરી કહ્યું હતું કે, મારા પતિનુ અવસાન થઈ ચૂક્યું છે. મારા ઘરમાં કંઈ નથી મારું તમે કંઈક જોજો જેથી વૃદ્ધે કહ્યું હતું કે, હું આવું કાંઈ જોતો નથી.
રાત્રે 12 વાગ્યે ફોન કરજો મારે તમારું ખાસ કામ છે
ત્યારબાદ આ મહિલાએ કહ્યું હતું કે, રાત્રે 12 વાગ્યે ફોન કરજો મારે તમારું ખાસ કામ છે. બાદમાં રાત્રે 9:00 વાગ્યે ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમે મને રાતે 12:00 વાગે ફોન કરજો તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. રાત્રીના વૃદ્ધે ફોન કરતા તેણે ફોન રિસીવ કર્યો ન હતો. બીજા દિવસે રાતે બાર વાગ્યે વીડિયો કોલમાં વાતચીત થઈ હતી જેમાં આ યુવતીએ ફરી કહ્યું હતું કે, મારા ઘરમાં કાંઈ નથી તમે મારું દેણું ભરી દો નહીંતર હું દવા પી જઈશ જેથી વૃદ્ધે તેને આશ્વાસન આપ્યું હતું. ત્યારબાદ મહિલાએ કહ્યું હતું કે, તમે કહો તેમ હું કરવા તૈયાર છું તમે મારું દેણુ ભરી દો હું તમારી સાથે ગમે તે સંબંધ બાંધવા તૈયાર છું તેમ કહી મહિલાએ પોતાનું ટીશર્ટ ઊંચું કર્યું હતું.
તને રોડ વચ્ચે નગ્ન કરીને મારીશ
બાદમાં તા. 16 ના યુવતી, પદ્મિનીબા અને તેનો પુત્ર સહિત પાંચેય શખસો પરાણે ઘરમાં આવી ગયા હતા અને કહ્યું હતું કે, દીકરી સાથે આવું કેમ કરાય કહી રાડો પાડવા લાગ્યા હતા અને તને રોડ વચ્ચે નગ્ન કરીને મારીશ, ગૃહ મંત્રીને કહી બુલડોઝર ફેરવી તારું મકાન તોડી નાખીશ તેવી ધમકી આપી હતી. બાદમાં રાજકોટ આવો માફીનો વિડીયો બનાવી માફી પત્ર લખી સેટલમેન્ટ કરી નાખો તેમ કહ્યું હતું. આ સમયે યુવતીએ કહ્યું હતું કે, મારું સાતથી આઠ લાખનું દેણું ભરી નાખો તેમ કહી પર્સમાંથી યુવતીએ દવાની શીશી કાઢી હતી જે પી જવાની ધમકી આપી દબાણ કર્યું હતું અને પદ્મિનીબાએ રાજકોટ ઓફિસે બોલાવ્યા હતા. પરંતુ વૃદ્ધ અહીં ગયા ન હતા. બાદમાં પરિવારજનો સાથે વાત કરી આ મામલે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
યુવતીની વૃધ્ધ સામે બીભત્સ માંગણી કર્યાની ફરિયાદ
પદ્મિનીબા વાળા સહિતના સામે નોંધાયેલી હનીટ્રેપની ફરિયાદ બાદ સામાપક્ષે યુવતીએ પણ વૃદ્ધ રમેશ ત્રિકમભાઈ અમરેલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હતું કે, વૃદ્ધે વિડીયો કોલ કરી અવારનવાર મારી પાસે બીભત્સ માંગણી કરી છેડતી કરી હતી. જે અંગે પણ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech