વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ ગુજરાતમાં રોકાણ માટેનું ઉત્તમ પ્લેટફોર્મ માનવામાં આવે છે પરંતુ જે રીતે પ્રોજેકટના સમજૂતી કરાર બાદ એક યા બીજા કારણોસર પ્રોજેકટ પડતા મૂકવામાં આવી રહ્યા છે પરિણામે જે ઉદ્દેશ્યથી આવેલું રોકાણ માત્ર કાગળ પર જ રહે છે.છેલ્લ ી ત્રણ સમિટમાં કુલ ૯૪૭૮ એમએસએમઇના પ્રોજેકટ ડ્રોપ થયા છે.
રાય સરકાર દ્રારા વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટ થકી મોટાપાયે નવા ઉધોગોની સ્થાપના થશે અને અઢળક રોજગારી મળશે તેવા દાવા કરવામાં આવે છે પરંતુ સમિટમાં ઉધોગ ગૃહો દ્રારા કરાતા એમઓયુ બાદ મોટી સંખ્યામાં પ્રોજેકટ પડતા મૂકી દેવામાં આવે છે.
વર્ષ ૨૦૨૩, ૨૦૧૭ અને ૨૦૧૯માં યોજાયેલા વાઇબ્રન્ટ સમિટ બાદ અત્યાર સુધીમાં કુલ ૧૪,૬૩૭ મોટી સંખ્યામાં એમઓયુ ડ્રોપ થયા છે તેના કારણે વિવિધ સેકટરમાં આવતા ઉધોગની સ્થાપનામાં પણ તેટલો ઘટાડો થયો છે. સૌથી વધુ ફટકો સૌથી વધુ રોજગારી આપતા એમએસએમઇને થયો છે અને આ ત્રણ સમિટમાં કુલ ૯૪૭૮ એમએસએમઇના પ્રોજેકટ ડ્રોપ થયા છે.
વાઇબ્રન્ટ સમિટમાં થયેલા એમઓયુમાં અનેક ઉધોગ ગૃહો દ્રારા મોટી રકમના મૂડી રોકાણ દર્શાવવામાં આવે છે.
ઉધોગ વિભાગની સત્તાવાર માહિતી મુજબ ૨૦૧૩ના સમિટમાંથી ૬૫૨૬, પ્રોજેકેટ–૨૦૧૭ના સમિટમાંથી ૫૫૫૬ અને ૨૦૧૯ના સમિટમાંથી ૨૫૫૫ વિવિધ સેકટરના એમઓયુ ડ્રોપ કરાયા હતા. ઉધોગ વિભાગે આટલી મોટી સંખ્યામાં ડ્રોપ કરાતા એમઓયુ પાછળના એવા કારણ દર્શાવ્યા છે કે રિઝર્વ બેન્ક દ્રારા વ્યાજ દરમાં વધારો, નાણાની ઉપલબ્ધતા ન હોવી, બજારની અસ્થિર સ્થિતિ, પર્યા જમીન ન મળતા અને સસ્તા દરે આયાત જેવા પરિબળોની અસરથી પ્રોજેકટ ડ્રોપ થયા છે. જો કે ડ્રોપ કરાયેલા એમઓયુના કારણે કરોડો પિયાનું મૂડી રોકાણ થશે નહીં તો બીજી બાજુ રાય સરકાર દ્રારા રોજગારીનો જે અંદાજ મુકાયો હતો તે પણ ઓછો થશે.ગુજરાત સરકાર દ્રારા અંદાજિત મૂડી રોકાણમાં જંગી ઘટાડા સાથે રોજગારીને પણ ફટકો પડી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબનાસકાંઠાના સરહદી 24 ગામોમાં તાત્કાલિક બ્લેકઆઉટ જાહેર, અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ
May 10, 2025 10:07 PMપાટણના સાંતલપુર તાલુકામાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર, કલેક્ટરની નાગરિકોને શાંતિ જાળવવા અપીલ
May 10, 2025 10:06 PMકચ્છમાં અનેક ડ્રોન જોવા મળ્યા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
May 10, 2025 10:04 PMજમ્મુ-કાશ્મીરમાં ફરી ડ્રોન હુમલા અને ગોળીબાર, પાકિસ્તાને ચાર કલાકમાં તોડ્યો યુદ્ધવિરામ
May 10, 2025 09:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech