ભાજપના છ સભ્યો રીસાયા: વિપક્ષના એક સભ્ય પણ ગેરહાજર રહેતા ચારેકોર ચર્ચા: મનામણા પ્રયાસો થયા છતાં પણ પૂર્વ પ્રમુખ સહિતના સભ્યો બજેટ બેઠકમાં ન આવ્યા: રુા. ૩૬૧.૮પ લાખની પુરાંત
જામનગર જિલ્લા પંચાયતનું ર૦ર૩-૨૪ નું સુધારેલું અને ર૦ર૪-૨૫ નું રુા. ૬૭૮.૬૬ લાખનું પુરાંતલક્ષી બજેટ આજે જામનગર જિલ્લા પંચાયતની બજેટ બેઠકમાં પ્રમુખ મેયબેન ગલાભાઇ ગરસરે રજૂ કર્યું હતું, જેમાં રુા. ૩૬૧.૮૫ લાખની પુરાંત અને અંદાજીત આવક ૪૦૬.૩ર લાખ દર્શાવાયું હતું, જ્યારે ૧૦૪૦.પ૧ લાખનો ખર્ચ દર્શાવાયો હતો, બજેટ બેઠક પૂર્વે જ ભાજપમાં લાગી પડી હતી અને ગઇકાલે સાંજે પણ રીસામણા-મનામણાનો ઉકેલ ન આવ્યો અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિતના ભાજપના છ સભ્યો અને વિપક્ષના એક સભ્યો ગેરહાજર રહેતા થોડો સન્નાટો પણ છવાયો હતો, પરંતુ ત્યારબાદ ર૦ મીનીટ બજેટ બેઠક મોડી થઇ હતી, વિપક્ષી સભ્યોએ અમોને વહેલું બજેટ મળતું નથી, તેવી ફરિયાદ પણ કરી હતી.
જામનગર જિલ્લા પંચાયતનું ર૦ર૪-૨૫ નું અંદાજપત્ર આજે બપોરે ૧ર.ર૦ વાગ્યે મળેલી બજેટ બેઠકમાં રજૂ થયું હતું, જેમાં નવા ચેકડેમ બાંધવા માટે ર૦ લાખ, શિક્ષણ ક્ષેત્રે ઉપકરણોની ખરીદી માટે ૩૦ લાખ, દવા માટે ર લાખ, સ્માર્ટ આંગણવાડી અને અન્ય સુવિધા માટે ૩૦ લાખ, તાલીમ માટે ૪ લાખ, રોગચાળા નિવારણ માટે ૧ લાખ, કોમ્યુનીટી હોલ માટે ૭૦ લાખ, આકસ્મીક ખર્ચ માટે રપ લાખ, પંચાયત વિસ્તારના રસ્તા મરામત માટે રુા. ૭૦ લાખ અને જિલ્લા પંચાયતના નવનિર્માણ માટે ૮૦ લાખની જોગવાઇ કરવામાં આવી હતી, ર૦ર૩-૨૪ નો અસલ અંદાજ રુા. ૧૪,૪૩,૬૮, ૮૮૦ દર્શાવાયો હતો, જ્યારે ર૦ર૩-૨૪ માં ૧૦,ર૮,પપ,૮૮૦ અને ર૦ર૪-૨૫ નો સુચિત અંદાજ ૧૦,૪૦,પ૦,૮૮૦ દર્શાવાયો હતો.
કુલ સરકારી અનુદાન પ,ર૬,૮૧, ૩૪,૦૦૦, તાલુકા પંચાયતને ફાળવણી ૩,૬૮,૦૧,૭૯,૦૦૦ જિલ્લા પંચાયતને ફાળવાઇ, ૧,પ૮,૭૯, ૫૫,૦૦૦ બતાવાયો છે, જિલ્લા પંચાયતની સૂચિત ડીપોઝીટ ૧૪, ૬૯,૦૦,૦૦૦ આ વર્ષમાં માનદ વેતન ભથ્થાનો સૂચિત અંદાજ ૪૪૬૦૦૦, પ્રમુખનું પ્રવાસ ભથ્થું ૪ લાખ, ઉપપ્રમુખનું ભથ્થું ૩૦ હજાર, કારોબારી સમિતિના ચેરમેનનું ભથ્થું ૬૦ હજાર, પ્રવાસન અને વિકાસ ક્ષેત્રમાં ૧,૩૭, ૧૦,૦૦૦, જાહેર આરોગ્યમાં ૬૦ હજાર, શિક્ષણ ક્ષેત્રે ૩૦,૦૦,૦૭૦ હજાર જ્યારે કુલ પોષણ આહાર ૩૬,પ૦,૦૦૦ દર્શાવાયા છે. આ બજેટ બેઠકમાં ડીડીઓ વિકલ્પ ભારદ્વાજ, કારોબારી સમિતિના અઘ્યક્ષ ચંદ્રિકાબેન અઘેરા, હિસાબી અધિકારી ધવલ ઘેલાણી પણ હાજર રહ્યા હતા.
***
જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિત શાસક પક્ષના છ અને વિપક્ષના એક સભ્ય ગેરહાજર
બજેટ જેવી મહત્વની બેઠક હોય, કોઇપણ કારણોસર ભાજપમાં અંદરોઅંદર કેટલાય દિવસથી જામી પડતી હોવાનું પણ બહાર આવ્યું છે, ગઇકાલે અમો બજેટ બેઠકમાં હાજર નહીં રહીએ તેવું એક જૂથ સભ્યોએ કહ્યું હતું, જેમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પણ ગેરહાજર રહ્યા હતા, એટલે કે શાસક પક્ષના કુલ છ સભ્યો તેમજ વિપક્ષના એક સભ્ય ગેરહાજર રહેતા થોડીક ચણભણ થઇ હતી, એક સમયે એવું પણ લાગ્યું હતું કે, જો કોંગ્રેસના સભ્ય ગેરહાજર રહે તો બજેટ બેઠકમાં કોરમ ન પણ થાય, પરંતુ આવું ન થયું, બજેટ બેઠક ર૦ મીનીટ મોડી શરુ થઇ, છેલ્લી ઘડીના પ્રયાસ શરુ કરવામાં આવ્યા અને આ છ સભ્યો ગેરહાજર રહેતા પ્રદેશ કક્ષાએ પણ જાણ કરી દીધી હોવાનું પણ બહાર આવ્યું છે, આમ બજેટની બેઠક પૂર્વે જ શાસક પક્ષમાં જૂથવાદ બહાર આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMથાઈલેન્ડમાં સમલૈંગિક લગ્નનો કાયદો લાગુ, સમલૈંગિક યુગલો લગ્નગ્રંથિથી જોડાયા, એશિયાનો ત્રીજો દેશ બન્યો
January 23, 2025 07:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech