સોરઠીયાવાડી સર્કલ નજીકથી માલવાહક છોટાહાથી વાનમાં લઇ જવાતા દારૂના જથ્થા સાથે ચાલકને પીસીબીની ટીમે ઝડપી પાડી દારૂનો જથ્થો અને છોટાહાથી વાન મળી કુલ રૂ.3,83,152નો મુદામાલ કબ્જે કર્યો હતો. ચાલકની પુછપરછમાં દારૂ અંગે દેવપરામાં રહેતા શખસનું નામ આપતા પોલીસે તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
પીસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.બી.હૂંણ અને ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડ.કોન્સ.કુલદીપસિંહ, પો.કોન્સ.વિજયભાઈ, યુવરાજસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે, 80 ફૂટ રોડ પર સોરઠીયા વાડી સર્કલ પાસે એસીઈ માલવાહક પીકઅપવાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લઇ જવાઈ રહ્યો છે. જે બાતમીના આધારે પીસીબીની ટીમે જીજે-03-બી-વાય-5962 નંબરના પીકઅપ વાનને રોકી તલાસી લેતા જુદા જુદા બોક્સમાંથી દારૂના 672 ચપલા કી.રૂ.1,33,152ના મળી આવતા દારૂ અને પીકઅપ વાન મળી કુલ રૂ.3,83,152નો મુદામાલ કબ્જે કરી ચાલક ધર્મેન્દ્રસિંહ જાલુભા જાડેજા (રહે-આનંદનગર કોલોની મેઈન રોડ કાળા પથ્થર ક્વાર્ટર નંબર-36)ને ઝડપી લઈ પોલીસ મથકે લઇ જઈ પુછપરછ કરવામાં આવતા દારૂ અંગે દેવપરામાં રહેતા કિશન ડાભીનું નામ આપતા પોલીસે કિશન ડાભી સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech