વાવાઝોડાની અસરથી જામનગર-દ્વારકા વિજતંત્રને ૬૦.૪૭ કરોડનું નુકસાન

  • June 22, 2023 01:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલાર ના ૧૪૪૪ ગામો પ્રભાવિત થયા: ૧૮૮ ગામોમાં હજુ અંધારપટ છવાયો: ૧,૨૫૬ ગામો ચાલુ થયા:  વાવાઝોડાના કારણે બંને જિલ્લાના ૧થ૪૪૨ ફીડર પ્રભાવિત થયા: જ્યારે ૨૬,૫૧૨ વિજ પોલ ભાંગી ગયા: ૪,૯૨૦ ટ્રાન્સફોર્મરને પણ નુકસાન

હાલારના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળી છે, અને ખાસ કરીને વિજ તંત્ર ને ભારે નુકસાન થયું છે. બંને જિલ્લામાં વીજ તંત્રને  ૬૦ કરોડ ૪૭ લાખની નુકસાની થઈ છે. ૮૦૪ ગામો પ્રભાવિત થયા હતા, જેમાં ૮૦૩ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત બન્યો છે,  માત્ર ૧ ગામમાં અંધારપટ છવાયેલો છે.
વાવાઝોડાના કારણે કુલ ૧૪૪૪ ફીડરો બંધ થયા હતા જ્યારે ૨૫,૫૧૨ વિજ પોલ જમીન દોસ્ત થયા હતા, ઉપરાંત ૪૨૪૦ ટ્રાન્સફોર્મર પણ ડેમેજ થયા છે. જેથી ૭ દિવસ દરમિયાન વાવાઝોડાની પરિસ્થિતિને લઈને ૬૦ કરોડ ૪૭ લાખનું નુકસાન થયું છે.
જામનગર શહેરને અને જિલ્લામાં વાવાઝોડાની અસર છેલ્લા ૭ દિવસથી જોવા મળી રહી હતી અને વંટોળીયા પવન ના કારણે અનેક ગામોમાં વિજ વિક્ષેપ થયો હતો. બંને જિલ્લાઓ માટે ૧૫૪ જેટલી વિજ ટુકડીને તૈયાર રાખવામાં આવી છે, જ્યારે અન્ય જિલ્લાના પણ ૪૨૬થી વધુ કર્મચારીઓ મદદમાં આવ્યા છે અને ૨૪ કલાક રાઉન્ડ ધ ક્લોક તમામ ટિમો સાબદી બનેલી છે.
આજે સવાર સુધીમાં બંને જિલ્લાના ૮૦૩ ગામમાં વીજ પુરવઠો ચાલુ થઈ ગયો છે, માત્ર ૧ ગામમાં જ સમારકામની કાર્યવાહી ચાલી રહી છે. બંને જિલ્લામાં કુલ ૫૯૩ ફીડરોને નુકસાન થયું હતું, જે પૈકી ૩૪૦ ફીડર ચાલુ થઈ ગયા છે, અને ૧૫૩ ફીડરમાં હજુ કામ ચાલી રહ્યું છે.
પોલની વાત કરવામાં આવે તો બંને જિલ્લામાં ૬ દિવસ દરમિયાન ૨૬,૪૧૨ વીજ પોલ ભાંગી ગયા છે.જે પૈકી વધુ વિજ પોલ ઉભા કરી લેવામાં આવ્યા છે, જ્યારે ૨૨૨૭૨ વિજ પોલ હજુ ઊભા કરવાના બાકી છે, જેમાં મોટાભાગે ખેતી વિષય પર કામ કરવાનું બાકી રહ્યું છે.
ટ્રાન્સફોર્મરની વાત કરવામાં આવે તો બંને જિલ્લામાં કુલ ૪૯૨૦ ટ્રાન્સફોર્મર ક્ષતિ ગ્રસ્તથઈ ગયા હતા, જે પૈકી ૧૭૫ ટ્રાન્સફોર્મર ચાલુ થયું છે, અને બાકીના ટ્રાન્સફોર્મરમાં કામ ચાલી રહ્યું છે. છેલ્લા ૬ દિવસ દરમિયાન હાલારના બંને જિલ્લામાં વીજ તંત્રને ૬૦,૪૭,૫૬  રૂપિયાની નુકસાની થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application