ભાણવડ નગરપાલિકાની ચૂંટણીમાં ગતવર્ષ કરતા ૬ ટકા મતદાન ઓછું

  • February 17, 2025 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેવભૂમિ દ્વારકા જિલ્લાની ત્રણ ન.પા.ની ચૂંટણીનું મતદાન ગઇકાલે યોજાયું હતું, જેમાં ભાણવડ નગરપાલિકા પપ.૦૧ ટકા મતદાન નોંધાયું હતું, તેમજ ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ૬ ટકા જેટલું મતદાન ઓછું નોંધાયું છે. સમગ્ર દેવભૂમિ દ્વારકામાં ત્રણ ન.પા.ની ચૂંટણીમાં ૪૯.પ૭ ટકા મતદાન નોંધાયું હતું.
​​​​​​​

ભાણવડના કુલ ૬ વોર્ડ છે જેમાંથી બે વોર્ડમાં ભાજપ બિનહરીફ થયું હતું, ભાણવડના વોર્ડ નં. ૧, ૩, ૪ અને પ માં ચૂંટણીનો જંગ જામ્યો હતો, ગઇકાલે ચાર વોર્ડ ના ૧૭ મતદાન મથકો પર શાંતિપૂર્ણ મતદાન થયું હતું, સેવા, સુરક્ષા અને શાંતિના સૂત્રોને સાર્થક કરતી ભાણવડ પોલીસ નગરપાલિકા ચૂંટણીમાં મતદાન કરવા આવેલા ૧૦૩ વર્ષના વૃઘ્ધ વડીલને મતદાન બુથમાં લઇ જવામાં મદદ કરી આધાર બન્યા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેકટર અને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા ભાણવડ તાલુકાના ચૂંટણીને રણજીતપરા વિસ્તારમાં મતદાન મથકોની મુલાકાત લેવામાં આવી હતી, કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ હેતુથી ભાણવડ પોલીસ સતત મથકોની મુલાકાત લઇ માહોલને શાંતિપૂર્ણ રખાયો હતો.


ભાણવડ નગરપાલિકા ચૂંટણીમાં કુલ પપ.૦૧ ટકા મતદાન નોંધાયું હતું, જેમાં ભાણવડના કુલ ચાર વોર્ડ છે, વોર્ડ નં. ૧ માં કુલ પપ.૭૭ ટકા મતદાન નોંધાયું હતું, તેમજ વોર્ડ નં. ૩ માં પ૧.૯૧ ટકા, પ૬.૯૦ અને વોર્ડ નં. પ માં પપ.૭૧ ટકા મતદાન નોંધાયું હતું, ભાણવડ નગરપાલિકામાં કુલ ૧ર૩૩ર મતદારો છે, જેમાંથી ૬૭૮૪ લોકોએ મતદાન કર્યું હતું. જેમાંથી ૩૧૧૯ સ્ત્રી અને ૩૬૬પ પુરૂષોએ મતદાન કર્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application