BREAKING NEWS

ગુજરાત પોલીસ બેડામાં મોટા સમાચાર: રાજ્યના 6 પોલીસ અધિકારીને IPS તરીકે પ્રમોશન, જુઓ લિસ્ટ

  • July 02, 2026 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આજે, ૨ જુલાઈ ૨૦૨૬ના રોજ એક સત્તાવાર જાહેરનામું બહાર પાડીને ગુજરાત પોલીસ સેવા (GPS)ના 6 વરિષ્ઠ અધિકારીઓને ભારતીય પોલીસ સેવા (IPS)માં પ્રોમોશન આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર કરાયેલા આ આદેશ અનુસાર, 'સિલેક્ટ લિસ્ટ ૨૦૨૫' હેઠળ આ તમામ અધિકારીઓની આઈપીએસ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને તેમને ગુજરાત કેડર જ ફાળવવામાં આવી છે.​​​​​​​

પ્રોમોશન મેળવનાર 6 અધિકારીઓની યાદી

ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર યાદી મુજબ, જે અધિકારીઓને જીપીએસમાંથી આઈપીએસ તરીકે બઢતી મળી છે તેમાં નીચે મુજબના નામોનો સમાવેશ થાય છે

૧. રાજદિપસિંહ એન. નકુમ 

૨. ભરતકુમાર બી. રાઠોડ 

૩. પ્રફુલ વી. વાણિયા

૪. રાજેશકુમાર ટી. પરમાર 

૫. કલ્પેશકુમાર એમ. ચાવડા )

૬. રાકેશ ડી. દેસાઈ 

આ તમામ અધિકારીઓ લાંબા સમયથી રાજ્યના વિવિધ જિલ્લાઓ અને સંવેદનશીલ વિભાગોમાં ઉચ્ચ પદો પર ફરજ બજાવી ચૂક્યા છે અને તેમની ઉત્કૃષ્ટ કામગીરીને આધારે જ કેન્દ્ર સરકારે આ બઢતી મંજૂર કરી છે.


એક વર્ષ પ્રોબેશન અને ટ્રેનિંગ લેવી પડશે

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર, ઇન્ડિયન પોલીસ સર્વિસ (રિક્રુટમેન્ટ) રૂલ્સ, ૧૯૫૪ અને પ્રમોશન નિયમોના આધારે આ નિયુક્તિઓ કરવામાં આવી છે. આ તમામ પ્રમોટેડ અધિકારીઓ હાલમાં એક વર્ષ માટે પ્રોબેશન (પરીક્ષણ) પીરિયડ હેઠળ રહેશે. આ સમયગાળા દરમિયાન તેમણે આઈપીએસ કેડરના નિયમો મુજબ જરૂરી ઇન્ડક્શન ટ્રેનિંગ (તાલીમ) પણ પૂર્ણ કરવાની રહેશે. આ પ્રમોશનને કારણે ગુજરાત પોલીસમાં આઈપીએસ અધિકારીઓની અછત અમુક અંશે હળવી થશે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે. આ સમાચારને પગલે સમગ્ર પોલીસ બેડામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application