જયપુરના વેપારી અને મુંબઇના દલાલ સામે ફરીયાદ
જામનગરના મિગ કોલોનીમાં રહેતા મેટલના વેપારીને વિશ્ર્વાસમાં લઇને ડુપ્લીકેટ માલ ધાબડી દઇને કુલ ૫૯ લાખની છેતરપીંડી કર્યાની રાજસ્થાન જયપુરના એક વેપારી, મુંબઇના દલાલ અને તપાસમાં જે નામ ખુલે તેની સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવતા ચકચાર મચી જવા પામી છે, આ અંગે ફરીયાદના આધારે પોલીસ દ્વારા એડ્રેસ અને ફોન નંબરના આધારે ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.
જાણવા મળતી વિગત મુજબ જામનગરના લાખોટા મિગ કોલોની બ્લોક નં. ૧૮, ફલેટ ૧૦૪ ખાતે રહેતા વેપારી મુકેશ હરખલાલ શાહ (ઉ.વ.૫૦)એ પંચ-બીમાં ગઇકાલે રાજસ્થાનના જયપુર ખોરા હાઇવે રોડ, અંબર કુકાશ ખાતે બકતાકીધાની ઓફીસ નં. ૮૮ ખાતે વિનોદ ટ્રેડર્સના પ્રોપ્રાઇટર વિનોદભાઇ તથા મુંબઇના દલાલ મુન્નાભાઇ તથા તપાસમાં જે નામ ખુલે તેની સામે આઇપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદી મુકેશભાઇ શાહ મેકસીકો મેટલ ઇમ્પેક્ષના નામથી વેપાર ધંધો કરે છે, આરોપીઓએ ફરીયાદીને વિશ્ર્વાસમાં લીધા બાદ દલાલ ફરીયાદીના કારખાને આવ્યો હતો અને માલ આપવાની ડીલ કરી એડવાન્સમાં રુા. ૧ લાખ લીધા હતા, ત્યારબાદ નકકી થયા મુજબ ફરીયાદી મુકેશભાઇને જયપુર ખાતે બોલાવ્યા હતા, જયાં તેમને ઓરીજીનલ માલના બદલે ડુપ્લીકેટ માલ આપી આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ફરીયાદી સાથે ૫૯.૦૦.૧૦૦ની રકમ પડાવી લઇ વિશ્ર્વાસઘાત-છેતરપીંડી આચરી હતી.
કાચી મેટલ ખરીદ કરવા બાબતે બંને વચ્ચે વાતચીત થઇ હતી અને આ અંગેનો સોદો કરાયો હતો ૨૫ ટન માલ નકલી ધાબડી દીધાનું સામે આવ્યું છે, અગાઉ નાઘેડી ગામે પ્લોટ નં. ૧૭ ફરીયાદીના મેકસીકો મેટલ ઇમ્પેક્ષ કારખાને દલાલ મારફત ગત ફેબ્રુઆરી ૨૦૨૩ થી ૩૧ માર્ચ ૨૦૨૩ના સમયગાળા દરમ્યાન કાચી ધાતુ બાબતે વાતચીત અને ડીલ થઇ હતી.
એ પછી માલ અંગેનો વહિવટ થયો હતો જેમાં ફરીયાદીએ અગાઉ મોબાઇલ મારફત ૨૮ લાખ અને એ પછી આંગડીયા મારફત બાકીની રકમ મોકલી હતી જો કે નકલી માલ હોવાનું સામે આવતા અને આરોપીઓનો મોબાઇલથી કોન્ટેક નહીં થતા પોતે છેતરાયા હોવાનું ઘ્યાન પર આવ્યુ હતું અને આખરે મામલો પોલીસ મથકે લઇ જવામાં આવ્યો હતો. ફરીયાદના આધારે પંચ-બીના પીએસઆઇ એમ.બી. મોઢવાડીયા અને મેરુભાઇ સહિતની ટુકડી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત આરપારની લડાઈમાં મુડમાં, યુદ્ધવિરામના અંતની વિચારણા
April 25, 2025 11:08 AMધારાસભ્ય દિવ્યેશ અકબરી વોર્ડ ન. ૧૪ માં 'જનતાની સેવા માટે, જનતાના દરવાજે ઊપસ્થિત થયા'
April 25, 2025 11:06 AMપાકિસ્તાને એરસ્પેસ બંધ કર્યા બાદ એર ઇન્ડિયા, ઇન્ડિગોએ ફ્લાઇટ્સના રૂટ બદલ્યા
April 25, 2025 11:05 AMભારતીયોની અમીરાત વધી: 1 કરોડથી વધુ મોંઘા ઘરની ડીમાંડ નીકળી
April 25, 2025 11:03 AMફક્ત પાકિસ્તાની મુસ્લિમોના વિઝા રદ કરવામાં આવશે, હિન્દુઓનું સ્વાગત છેઃ વિદેશ મંત્રાલયની સ્પષ્ટતા
April 25, 2025 11:02 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech