BREAKING NEWS

રમતા બાળકને રમતમાં ન લો...જેતપુરમાં 5 વર્ષનું બાળક રમતાં રમતાં ત્રીજા માળેથી નીચે પટકાયું, લોહીના ફૂવારા છૂટ્યા

  • November 14, 2025 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના જેતપુરમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ ઘટના સામે આવી છે. પાંચ વર્ષનું બાળક એપાર્ટમેન્ટના ત્રીજા માળે બારી પાસે રમી રહ્યું હતું. ત્યારે તે અચાનક જ નીચે પટકાયું હતું. આથી બાળકનું ઘટનાસ્થળે જ ક્ષણભરમાં મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈ શહેરભરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. 


માતા પિતા માટે લાલબતી સમાન કિસ્સો રાજકોટના જેતપુરમાં સામે આવ્યો છે. શહેરના દેસાઈ વાડી વિસ્તારમાં આવેલા શિવ શક્તિ એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી બારીમાંથી નીચે પટકાતા પાંચ વર્ષના બાળકનું દર્દનાક મોત થયું છે. જેના અત્યંત ભયાનક CCTV પણ સામે આવ્યા છે.


શહેરના દેસાઈ વાડી વિસ્તારમાં શિવ શક્તિ એપાર્ટમેન્ટમાં બાળક નીચે પટકાતો હોવાની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. બાળક નીચે પટાકાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બાળકને તાત્કાલિક સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

મળતી માહિતી મુજબ, એપાર્ટમેન્ટના ત્રીજા માળે ગઈકાલે સાંજે 4 વાગ્યાને 35 મિનિટે પરેશગીરી ગોસ્વામીનો પાંચ વર્ષનો પુત્ર જયરાજ રૂમમાં અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો. જ્યારે તેની માતા બાજુના રૂમમાં સૂતી હતી. આ સમયે રમતા રમતા જયરાજ રૂમની બારીમાંથી નીચે પટકાયો હતો. બાળક નીચે પડ્યા બાદ ખાબોચિયું ભરાઈ તેટલું લોહી વહી ચૂક્યું હતું. એટલું જ નહીં ત્યાં હાજર મહિલા બાળકને ઉઠાવે છે. અને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવે છે. જો કે સારવાર મળે તે પહેલા જ બાળકે જીવ ગુમાવ્યો હતો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application