તો ઇન્ટરનેટ સેવા ખોરવી નાખીશું ઈરાન દ્રારા હવે ડેટા યુદ્ધની ધમકી
તો ઇન્ટરનેટ સેવા ખોરવી નાખીશું ઈરાન દ્રારા હવે ડેટા યુદ્ધની ધમકી
April 23, 2026 11:34 AM
તહેરાન મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. બન્ને દેશના નેતાઓ રોજ રોજ નિત નવી ચેતવણીઓની ફેકાફેકી કરી રહ્યા છે. આ દરમિયાન, એવા સમાચાર સામે આવ્યા છે જે સમગ્ર વિશ્વને ચિંતામાં મૂકી શકે છે. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોપ્ર્સએ ઇન્ટરનેટ કેબલ અંગે ચેતવણી જારી કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પર્સિયન ગલ્ફમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચરને નિશાન બનાવવામાં આવી શકે છે.જો આમ થયું તો ઇન્ટરનેટ સેવામાં ભયંકર અવરોધ આવી શકે છે. અહેવાલ મુજબ, હોર્મુઝ સ્ટ્રેટ, જે અગાઉ તેલ અને શિપિંગ માટે મહત્વપૂર્ણ માર્ગ માનવામાં આવતો હતો, તે હવે દરિયાઈ ઇન્ટરનેટ કેબલ માટે ખતરો બની ગયો છે. હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ ડેટા કેબલ અત્યતં સંવેદનશીલ છે, અને તેમાં કોઈપણ વિક્ષેપ સમગ્ર પ્રદેશમાં ઇન્ટરનેટ સેવાને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે. એક સાથે અનેક કેબલ્સને નુકસાન, આકસ્મિક રીતે કે ઇરાદાપૂર્વક, પર્સિયન ગલ્ફમાં મોટા પાયે ઇન્ટરનેટ આઉટેજ તરફ દોરી શકે છે. હોર્મુઝ સ્ટ્રેટ માત્ર તેલ માટે જ નહીં પરંતુ ડિજિટલ કનેકિટવિટી માટે પણ મહત્વપૂર્ણ છે. ફાલ્કન સહીત ઘણી મોટી સબમરીન કેબલ સિસ્ટમ્સ આ ટ પરથી