BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા: ભાણવડની એમ.વી.ઘેલાણી ગર્લ્સ હાઈસ્કૂલની વિધાર્થિનીઓએ રંગોળી તથા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો સંદેશો પાઠવ્યો

  • April 23, 2026 11:29 AM 

દેવભૂમિ દ્વારકા: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ -૨૦૨૬


ભાણવડની એમ.વી.ઘેલાણી ગર્લ્સ હાઈસ્કૂલની વિધાર્થિનીઓએ રંગોળી તથા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો સંદેશો પાઠવ્યો


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ ૨૦૨૬ને અનુલક્ષીને નાગરિકોમાં મતદાન અંગે જાગૃતતા ફેલાય તેવા ઉમદા હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રાજેશ તન્ના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. 


જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાની એમ.વી.ઘેલાણી ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સ્વીપ પ્રવૃતિ અંતર્ગત રંગોળી તેમજ મહેંદી બનાવી મતદાન જાગૃતિના સંદેશ ફેલાવ્યો હતો. આ રંગોળી દ્વારા “મારો મત,  મારો અધિકાર” જેવા સંદેશ થકી નાગરિકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરાયા છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application