ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. રોડની સાઈડમાં પાર્ક કરેલા ડમ્પર પાછળ એક ખાનગી બસ ઘૂસી ગઈ હતી. જેમાં બસમાં સવાર 6 લોકોના મોત થયા છે. જયારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સુરતથી રાજુલા જઈ રહેલી એપલ ટ્રાવેલ્સની ખાનગી બસ ડમ્પરની પાછળ ધડાકાભેર અથડાઈ હતી.
મૃતકોના નામની યાદી
1. ગોવિંદ કવાડ (ઉં.વ. 4)
2. તમન્ના કવાડ (ઉં.વ. 7)
3. જયશ્રી નકુમ (ઉં.વ. 38)
4. ખુશીબેન બારૈયા (ઉં.વ. 8)
5. ચતુરાબેન હડિયા (ઉં.વ. 45)
6. છગનભાઈ (ઉં.વ. 45)
મળતી માહિતી અનુસાર, ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ નજીક સર્જાયેલા અકસ્માતમાં બસની એકબાજુના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બસના પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લક્ઝરીના અડધા ભાગનો કચ્ચરઘાણ વળી ગયો
આ ગોઝારા અકસ્માતની જાણ થતાં આજુબાજુના લોકો અને અન્ય વાહનચાલકો એકઠા થયા હતા અને પોલીસ સહિત 108ને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને તુરંત ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ખાનગી ટ્રાવેલ્સ બસનો એકબાજુના અડધા ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
મોતનો આંકડો વધવાની શક્યતા
અકસ્માત થતા રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. અકસ્માત થતા સ્થાનિકો દ્વારા તાત્કાલિક ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ 6 જેટલા લોકોનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.
ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયાએ અકસ્માતની નોંધ લીધી
આ અકસ્માતની કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર સાંસદ નીમુબેન બાંભણિયા જાણ થતાં ભાવનગર સર.ટી હોસ્પિટલના સ્ટાફને ફટાફટ જાણ કરી હતી. ઈજાગ્રસ્ત લોકોને ઝડપી સારવાર માટે જે પણ કરવું પડે તે કરવાં સુચના આપી હતી. કલેક્ટર સાથે સતત સંપર્કમાં રહી તંત્રને સજાગ કરી અકસ્માત સ્થળ પર પહોંચવા અને બનતી તમામ મદદો કરવા સુચના આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech