ઘઉં અને ચોખામાં રહેલા પોષક તત્વોમાં ૪૫ ટકાનો ઘટાડો!

  • January 24, 2024 12:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આપણે સૌ એવું માનીએ છીએ કે ઘઉં અને ચોખામાં ભરપૂર પ્રમાણમાં પોષકતત્વો હોય છે, હરિયાળી ક્રાંતિએ ચોક્કસપણે આપણી થાળીમાં ઘઉં અને ચોખાનો પૂરતો જથ્થો લાવી દીધો છે, પરંતુ આ માટે વિકસાવવામાં આવેલી તેની નવી જાતો જરી પોષક તત્વોની માત્રામાં ઘટાડો કરી રહી છે.

ભારતીય કૃષિ સંશોધન પરિષદ (આઈસીએઆર ) અને વિધાનચદ્રં કૃષિ યુનિવર્સિટી પશ્ચિમ બંગાળ અને નેશનલ ઇન્સ્િટટૂટ આફ ન્યુટિ્રશન, તેલંગાણાના ૧૨ વૈજ્ઞાનિકોના સંયુકત અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ચોખા અને ઘઉંની નવી જાતો વિકસાવવામાં સમગ્ર ભાર ઉત્પાદકતા વધારવા પર છે, પરંતુ આ પ્રક્રિયામાં ઘઉં અને ચોખામાં હાજર પોષક મૂલ્યો સાથે ચેડા કરવામાં આવ્યા છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભારતના લોકોની ૫૦ ટકા ઊર્જા જરિયાતો ઘઉં અને ચોખા દ્રારા પૂરી થાય છે. અભ્યાસ મુજબ, છેલ્લા૫૦ વર્ષમાં આ બંને અનાજના પોષણ મૂલ્યમાં ૪૫ ટકાનો ઘટાડો થયો છે, યારે તેમાં હાજર આર્સેનિક અને બોરિયમ જેવા ઝેરી પદાર્થેાનું પ્રમાણ વધી રહ્યું છે. સંશોધકોએ દાવો કર્યેા છે કે જો આવું જ ચાલતું રહેશે તો ૨૦૪૦ સુધીમાં આ અનાજનું પોષણ મૂલ્ય નોંધપાત્ર રીતે ઘટશે અને શરીરને જરી પોષક તત્ત્વો આપવાને બદલે તે આપણને બીમાર કરી દેશે.

સંશોધકોએ તેમના અભ્યાસમાં હરિત ક્રાંતિ દરમિયાન વિકસિત૧૬ ચોખા અને ૧૮ ઘઉંની પ્રજાતિઓછોડોનો સમાવેશ કર્યેા હતો. દેશભરની વિવિધ સંસ્થાઓ સાથે ચર્ચા કર્યા બાદ આ પ્રજાતિઓની પસંદગી કરવામાં આવી હતી. તે ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું કે અભ્યાસમાં માત્ર સૌથી વધુ પ્રચલિત જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ મુખ્યત્વે ઘઉં અને ચોખામાં આયર્ન, ઝિંક, કેલ્શિયમ અને કોપરની માત્રાનો અભ્યાસ કર્યેા હતો. અભ્યાસ મુજબ ચોખામાં ઝિંક અને આયર્નની માત્રા ૩૩ અને૨૭ ટકા ઘટી છે. ઘઉંમાં તેમની માત્રામાં ૩૦ અને ૧૯ ટકાનો ઘટાડો થયો છે. તો બીજી તરફ પૌષ્ટ્રિક તત્વોની હાજરીની સાથે અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે ઘઉં અને ચોખામાં આર્સેનિક, બેરિયમ, એલ્યુમિનિયમ, સ્ટ્રોન્ટિયમ જેવા ઝેરી તત્વોની હાજરી વધી રહી છે. ચોખામાં આર્સેનિકની હાજરી ૧૪૯૩ ટકા વધી છે.
વૈજ્ઞાનિકોએ એવો પણ દાવો કર્યેા છે કે અનાજમાં પોષક તત્વોની અછતને કારણે ભારતમાં કુપોષિત અને રોગગ્રસ્ત વસ્તીની સંખ્યામાં ઝડપથી વધારો થઈ શકે છે, જેના સંકેતો પહેલેથી જ દેખાઈ રહ્યા છે. તે નોંધનીય છે કે ફોસ્ફરસ (પી), કેલ્શિયમ (સીએ), સિલિકોન (એસઆઈ) અને વેનેડિયમ (વિ) જેવા પોષક તત્વો હાડકાના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે; ઝિંક રોગપ્રતિકારક શકિત, પ્રજનન અને ન્યુરોનલ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હિમોગ્લોબિન બનાવવા માટે આયર્ન મહત્વપૂર્ણ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application